Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

અમદાવાદ ઇન્‍કમટેક્‍સનું મેગા સર્ચ ઓપરેશન

રાજકોટ - સુરત સહિતના ઉચ્‍ચ આયકર અધિકારીઓના અમદાવાદમાં ધામા : બિલ્‍ડર્સ અને ગુટકા ઉત્‍પાદક જુથ ઉપર કાર્યવાહી શરૂ થવાની તૈયારી
રાજકોટ તા. ૧૬ : દિવાળી બાદ હવે આયકર વિભાગ કરપાત્ર રકમ શોધવા સર્વે અને સર્ચની કામગીરી શરૂ કરી રહી છે. દિવાળી પૂર્વે રાજકોટ - અમદાવાદમાં રીયલ એસ્‍ટેટ ઉપર મેગા સર્ચ ઓપરેશન હાથ ધરીને કરોડોના બિનહિસાબી વ્‍યવહારો ઝડપી પાડયા હતા. આજ સવારથી અમદાવાદમાં આવકવેરા વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દરોડાની કાર્યવાહી શરૂ થનાર છે. અમદાવાદમાં રાજકોટ - સુરત સહિતના જિલ્લામાંથી આવકવેરાના અધિકારીઓ અમદાવાદ આવી રહ્યા હોવાનું જાણવા મળે છે.


 

(11:37 am IST)