Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

વલસાડ જિલ્લા પંચાયત દ્વારા ધરાસણા બાળગૃહના વિદ્યાર્થીઓને પ્રેરણા પ્રવાસ કરાવાયો

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડ : જિલ્લા વિકાસ અધિકારીશ્રી, વલસાડ તથા જિલ્લા પંચાયત પરિવારનાં સૌજન્‍યથી વલસાડ તાલુકાના ધરાસણા ગામે આવેલા એગ્રીકલ્‍ચર એન્‍ડ રૂરલ ડેવલપમેન્‍ટ સંચાલિત બાળગૃહ કુમાર અને કન્‍યા, વલસાડનાં બાળકોને એક દિવસીય પ્રેરણા પ્રવાસ કરાવવામાં આવ્‍યો હતો. આ પ્રવાસમાં બાળકોને ઉનાઇ માતાજીનાં દર્શન કરાવ્‍યા હતા. ત્‍યારબાદ  વઘઇ-આહવા ખાતે આવેલા બોટાનિકલ ગાર્ડનની મુલાકાત કરાવી બાળકોને વન્‍ય વૃક્ષ અને છોડ વિષે વન વિભાગ દ્વારા વિસ્‍તૃત જાણકારી આપવામાં આવી હતી. આ પ્રવાસથી બાળગૃહના બાળકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી.

(11:01 am IST)