Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

અમદાવાદમાં ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

મેયર કિરીટભાઇ પરમાર મોટીવેશનલ સ્પીકર સંજયભાઇ રાવલ સહિતની ઉપસ્થિતિ

રાજકોટ તા. ૧પ :.. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીઍ યુ. ઍન.માં યોગનું મહત્વ અને વિશ્વ યોગ દિવસ જે પ્રસ્થાપિત કર્યો ઍ પણ સમયની સાથે ઍક યોગ બન્યુ છે. ભારત આવનાર સમયમાં આ ભારત માતા જગત જનની બને ભારતીય સંસ્કૃતિ, ભારતીય પરંપરા ઍ દુનિયા સ્વીકારે ઍના માટે યોગ પાયાની આવશ્યકતા છે. ગુજરાત સરકારે ઍ પણ નકકી કર્યુ છે કે ગુજરાતમાં યોગીઓ વધે અને યોગને કારણે સ્વસ્થ વિચાર વ્યકિત થકી બને ઍટલા માટે ગુજરાત રાજય યોગ બોર્ડની રચના કરી છે.

ગુજરાત સરકાર રચિત ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા તા. ૧૪-૧૧-ર૦ર૧ ના રોજ સાંજના ૪ કલાકથી ૭ કલાક સુધી શ્રી માતુશ્રી પાર્ટી પ્લોટ, અશોક વિહાર સર્કલ, ચાંદખેડા, અમદાવાદ ખાતે માન. ચેરમેનશ્રી યોગસેવક શીશપાલજીની અધ્યક્ષતામાં યોગ કોચ-યોગ ટ્રેનરો તથા યોગ સાધકો સાથે નવા વર્ષના યોગ સંવાદ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં મુખ્ય અતિથી તરીકે અમદાવાદ શહેરના મેયરશ્રી કિરીટભાઇ પરમાર, મોટીવેશનલ સ્પીકર સંજયભાઇ રાવલ તથા સાબરમતી વિસ્તારના ધારાસભ્યશ્રી અરવિંદભાઇ પટેલ, માતુશ્રી પાર્ટી પ્લોટના ઓનર શ્રી નવીનભાઇ પટેલ તથા બોર્ડના સભ્યશ્રી ભાનુભાઇ ચૌહાણ, ડો. ચંદ્રસિંહ ઝાલા તથા શ્રીમતી હીમાબેન પરીખ તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્ના હતાં. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્ના હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા ગુજરાત રાજય યોગ બોર્ડની ટીમ તથા યોગ કોચ અને પાર્ટી પ્લોટના સંયોજકોઍ મહેનત ઉઠાવી હતી.

(5:18 pm IST)