Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

સોશિયલ મીડિયા પર સગીર વય બાળકીઓને ફસાવીને અશ્લીલ માગણી કરનાર અમદાવાદના યુવકની ધરપકડ

આરોપી શૈલેષ ઉર્ફે સાહિલ લુખાડાએ અનેક સગીરાઓને પોતાની જાળમાં ફસાવી બીભત્સ ફોટો-વિડ્યો મેળવી લઈ પૈસાની માંગણી કરતો હતો.

અમદાવાદ :સોશિયલ મીડિયા પર સગીર વય બાળકીઓને ફસાવીને અશ્લીલ માગણી કરનારા યુવકની સાયબર ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. અત્યાર સુધીમાં 10 થી વધુ સગીરાને ટાર્ગેટ બનાવી છે

સાયબર ક્રાઇમ બ્રાંચની ગિરફતમાં આરોપી શૈલેષ ઉર્ફે સાહિલ લુખાડાએ એક, બે નહિ પણ અનેક સગીરાઓને પોતાની જાળમાં ફસાવી બીભત્સ ફોટો-વિડ્યો મેળવી લઈ પૈસાની માંગણી કરતો હતો.

આરોપી શૈલેષએ પશ્ચિમ વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીરા સાથે સોસીયલ મીડિયા થકી મિત્રતા કેળવણી બીભત્સ ફોટોની માંગણી કરી મેળવી લીધા. જે બાદ આરોપી શૈલેષએ સગીરા પાસે 20 હજાર રૂપિયાની માંગણી કરી હતી. જો કે સમગ્ર ઘટનાની જાણ સગીરા માતા-પિતા થતાં જ સાયબર ક્રાઇમ બ્રાંચ ફરિયાદ નોંધી આરોપી શૈલેષની આણંદથી ધરપકડ કરી લીધી હતી.

પકડાયેલ આરોપી શૈલેષ ધોરણ 10 સુધી અભ્યાસ કરેલ છે અને જીઆઇડીસીમાં ફેકટરીમાં છૂટક મજૂરી કરે છે. છેલ્લા એક વર્ષથી આરોપી શૈલેષ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પરથી સગીર વયની બાળકીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી અને તેની સાથે મિત્રતા કેળવી તેને ફોસલાવી સગીરાના બીભત્સ ફોટો-વિડ્યો મંગાવી પૈસાની માંગણી કરતો હતો. આરોપી મોબાઇલમાંથી અનેક બાળકીઓ બીભત્સ ફોટો-વિડ્યો મળી આવ્યા છે. જેને લઈ સાયબર ક્રાઇમ બ્રાંચ તપાસ કરવામાં આવી છે.

ઓનલાઇન કલાસીસ હોવાના કારણે નાની ઉંમર બાળકો મોબાઇલનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. જે બાળકો સોસીયલ મીડિયા પર હોવાથી તેનો દુરઉપયોગ થઈ રહ્યો છે જેના કારણે માતા-પિતાએ ચેતવાની જરૂર છે કે પોતાનો બાળક કોઈનો શિકાર ન બની જાય.

(12:28 am IST)