Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

પાટણમાં ભગવાન પદ્મનાભનો સપ્ત રાત્રી મેળો કેન્સલ :દર્શન માટે મંદિર ખૂલ્લુ રહેશે

સરકારની ગાઈડલાઈન મુજબ ભક્તો ભગવાનના દર્શનનો લાભ લઈ શકશે:પાટણમાં પ્રજાપતિ જ્ઞાતિમાં ભગવાન પદ્મનાભનો મોટો મહિમા

પાટણમાં ભગવાન પદ્મનાભનો સપ્ત રાત્રિ મેળો આગામી કારતક સુદ ચૌદસથી શરૂ થાય છે જે આ વર્ષે પણ કોરોના ને લઈ રદ કરવામાં આવ્યો છે. જો કે સરકારની ગાઈડલાઈન મુજબ ભક્તો ભગવાનના દર્શનનો લાભ લઈ શકશે.

પાટણમાં પ્રજાપતિ જ્ઞાતિમાં ભગવાન પદ્મનાભનો મોટો મહિમા છે. આ મેળો કારતક સુદ ચૌદસથી કારતક વદ પાંચમ સુધી સાત દિવસ યોજાય છે.

મેળો રાતના સમયે ભરાય છે. જેમાં ભગવાનને ગોળ તથા તલની બનાવેલી રેવડી પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે. માટે જ આ મેળા ને રેવડીયા મેળા તરીકે પણ ઓળખાય છે. કોરોના ના કહેર ને જોતાં આ વર્ષે પણ આ મેળાને રદ્દ કરવામાં આવ્યો છે. જો કે ભક્તો કોરોના ગાઇડલાઇન મુજબ ભગવાનના દર્શન કરી શકશે.

મેળાના પ્રથમ દિવસે માનતા સ્વરૂપે ઘરેથી દીવા પ્રગટાવતા લોકો મંદિરે જાય છે. અને પ્રથમ દિવસે નવપરણિત દંપત્તિઓ પોતાના નિવાસસ્થાનેથી પદ્માનાથ વાડી સુધી સાત ફેરા ફરે છે. પાટણના અઢારે વર્ણના લોકો આ સપ્ત રાત્રી મેળાના જ્યોતના દિવ્ય દર્શન કરી પોતાની જાતને ભાગ્યશાળી માને છે.

(12:19 am IST)