Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

અમદાવાદના એલિસબ્રિજ પાસે ના ઐતિહાસિક વિક્ટોરિયા (લોકમાન્ય તિલક ) ગાર્ડનને ત્રણ કરોડના ખર્ચે નવો લુક અપાશે

અંદાજે ૪ર હજાર ચો.મી. જમીન પર 3 કરોડના ખર્ચે વિકટોરીયા ગાર્ડનનું નવ નિર્માણ કરાશે

 

અમદાવાદમાં આવેલા વિકટોરીયા ગાર્ડનનું નવનિર્માણ કરાશે અંદાજે ૪ર હજાર ચો.મી. જમીન પર 3 કરોડના ખર્ચે વિકટોરીયા ગાર્ડનનું નવ નિર્માણ કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં એલિસબ્રિજ પાસે આવેલ ઐતિહાસિક વિક્ટોરિયા ગાર્ડનને નવો લુક આપવામાં આવશે. ગાર્ડનને લોકમાન્ય તિલક ગાર્ડન નામ આપવામાં આવ્યું છે. પણ હજુ પણ તે જુના નામ વિક્ટોરિયાં ગાર્ડન તરીકે જાણીતો છે. ગાર્ડન બન્યાને લાંબો સમય થઇ ગયો હોવાથી બગીચાને રી-ડેવલપ કરવાનો નિર્ણય કરાયો છે.

વિકટોરીયા ગાર્ડનમાં અતિદુર્લભ કહી શકાય તેવા વૃક્ષો છે. જેમાં રૂખડો, કાંટાવાળો સીમડો અને અણફોસ મુખ્ય છે. રૂખડાના મુળનો ઘેરાવો ૧૭ ફુટ જેટલો હોય છે. પ્રકારના વૃક્ષો અમદાવાદમાં બહુ ભાગ્યે જોવા મળે છે.

બગીચામાં ૧૦૦ કે તેથી વધુ વર્ષ જુના ૧પ૦ જેટલા વૃક્ષ છે. તમામ વૃક્ષને નુકશાન થાય તેની તકેદારી રાખીને બગીચાને ડેવલપ કરવામાં આવશે. ડેવલપ થનાર બગીચાનું મુખ્ય-પ્રવેશદ્વાર સાબરમતી રીવરફ્રન્ટ તરફથી આપવામાં આવશે. બગીચામાં હાલ મુખ્ય રોડ પરનો પ્રવેશદ્વાર છે તેને બંધ કરવામાં આવશે.

 

(11:32 pm IST)