Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

સુરતમાં પબ્લીક સાયકલિંગ પ્રોજેક્ટમાં માત્ર ત્રણ દિવસમાં 4 હજાર લોકોએ રજિસ્ટ્રેશન કરાવી લીધું

શહેરમાં વિવિધ વિસ્તારોમાં 35 સ્ટેન્ડ તૈયાર કરાયા

સુરતમાં લોકો સાઇકલિંગ કરે તે માટે પબ્લિક સાયકલ શેરીંગ પ્રયોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે. એક વર્ષ પહેલાનો પ્રોજેક્ટ શરુ થતાની સાથે જ 3 દિવસમાં 4 હજાર લોકો આમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. શહેરમાં પ્રદુષણ ઘટે અને લોકો વધુ સાઇકલિંગ કરે તે હેતુથી પ્રથમ ફેઝ પૂરો કરી આગામી દિવસોમાં બીજા ફેઝનું કામ શરુ કરવામાં આવશે. 

   સુરતમાં સવાર થતા લોકો મોર્નીંગ વોક્સ સાથે જોકિંગ કરતા જોવા મળે છે અને સાઇકલિંગ શરીર માટે સારી કસરત છે, તેને લઈને મનપા દ્વારા એક વર્ષ પહેલા પબ્લિક બાયસીકલ શેરિંગ સિસ્ટમ પ્રોજેક્ટ શરુ કરવાનું વિચારવામાં આવ્યુ હતું. એક વર્ષ બાદ આ પ્રયોજેકને શરુ કરવામાં આવ્યો છે, ત્યારે લોકો વધુ સાઇક્લિંગ કરે તે માટે શહેરમાં વિવિધ વિસ્તારોમાં 35 સ્ટેન્ડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 380 બાઈસિકલ મુકવામાં આવી છે.

(9:33 pm IST)