Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

સુરતના વિવિધ વિસ્તારોમાં મોબાઈલ સ્નેચર્સ બેફામ બન્યા: દુકાનેથી ઘરે પરત ફરતી યુવતીના હાથમાંથી બે બાઈક પર આવેલ ગઠિયા મોબાઈલની ચીલઝડપ કરી છુમંતર

સુરત: શહેરના વિવિધ વિસ્તારોમાં બેફામ બનેલા મોબાઈલ સ્નેચર્સને હવે લોકોના જીવનની પણ પડી નથી. આવી જ એક ઘટનામાં ગત ગુરુવારે રાત્રે ભાઈ સાથે પોપેડ ઉપર દુકાનેથી ઘરે જઈ રહેલી યુવતીના હાથમાંથી રીંગરોડ ઓવરબ્રીજ ઉપર મોટરસાયકલ ઉપર આવેલા બે મોબાઈલ સ્નેચરે રૂ. 63.750ની કિંમતનો આઈફોન ઝૂંટવી લેતા યુવતી મોપેડ ઉપરથી રોડ ઉપર પટકાઈ હતી અને તેને હાથ અને પગમાં ઇજા થતા હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરત જીલ્લાના કામરેજના ખોલવડ ખાતે નવા ફળિયામાં રહેતા સલીમભાઇ મુલતાનીની 24 વર્ષીય પુત્રી રૂકસાર સુરતના ઘોડદોડ રોડ જોલી શોપીંગ સેન્ટરમાં રોક્ષી ક્રિએશનના નામે અંડરગાર્મેન્ટનો વેપાર કરે છે.

(5:58 pm IST)