Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

પાટણના સાંતલપુરમાં કુટુંબી ભાઇઓ ઉપર અગાઉ થયેલા ગુન્હામાં આરોપીઓને કોર્ટમાં નહીં મોકલવા રૂૂ.૭ હજારની લાંચ લેનાર પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો

પાટણ: તાજેતરમાં પાટણના સાંતલપુરના પોલીસ મથકના કોન્સ્ટેબલ લાંચ લેતા એન્ટિ કરપ્શન બ્યુરો (acb)ના હાથે ઝડપાયો છે. આ ઘટનાની વિગતો જોઈએ તો આરોપીને પોલીસ મથકમાંથી જામીન આપવા કોન્સ્ટેબલે રૂપિયા 20 હજારની લાંચની માંગી હતી. જોકે આખરે તેણે 10 હજાર રૂપિયા લઈને જામીન આપવાનું નક્કી કર્યું હતું. કોન્સ્ટેબલે લાંચના ત્રણ હજાર રૂપિયા તો પહેલાં લઈ લીધા હતા પણ બાકીના 7 હજાર રૂપિયાની લાંચ લેતા acbના હાથે ઝડપાઈ ગયા હતા.

ઘટનાની વિગતો જોઈએ તો પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ મથકે કુટુંબી ભાઈઓ ઉપર અગાઉ ગુન્હો દાખલ થયેલો હતો. જેથી ગુનામાં આરોપીઓને કોર્ટમાં નહિ મોકલવા અને પોલીસ સ્ટેશનમાં જ જામીન ઉપર છોડવા પેટે કોન્સ્ટેબલ અહેમદખાન ઉમરખાન મલેકે રૂપિયા 20,000/- ની માંગણી કરી હતી. જોકે રકઝકના અંતે રૂ.10,000/- નક્કી કર્યા હતા. જેમાં બે હપ્તામાં લાંચની રકમ સ્વિકારવા નક્કી કર્યું હતું.

આ મામલામાં ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી acbનો સંપર્ક કર્યો હતો. જેથી બનાસકાંઠા એસીબીએ ફરિયાદ આધારે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આ છટકામાં કોન્સ્ટેબલ લાંચની રકમ રૂ. 7,000/- પોલીસ સ્ટેશન ખાતે સ્વીકારતાં રંગે હાથ ઝડપાઈ ગયો હતો.

(5:26 pm IST)