Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

પાયલોટની અછતઃ સ્પાઇસ જેટની અમદાવાદ - ભોપાલ ફલાઇટ બંધ

એરલાઇન કંપનીઓ ઉતાવળે ફલાઇટો ઓપરેટ કરી રહી છે, પરંતુ પેસેન્જર ન મળતા વારાફરતી ફલાઇટ બંધ કરવાનો વારો

રાજકોટ તા.૧૬  : અમદાવાદ સૌ પ્રથમ કિંગ ફિશર, એર કોસ્ટા ત્યારબાદ જેટ એરવેઝ એરલાઇનના શટર પડી ગયા બાદ અન્ય એરલાઇન કંપનીઓ સ્લોટ લેવા હરિફાઇમાં ઉતરી હતી જેમાં એરલાઇન કંપનીઓએ સર્વે કર્યા વિના ઉતાવળે જુદાજુદા સેકટરો પર ફલાઇટ ઓપરેટ કરી દીધી હતી જેમાં અમદાવાદથી પણ ઘણાય સેકટરો પર એરલાઇન કંપનીઓનો ફ્લોપ શો થઇ ગયો હોય તેમ પેસેન્જર ન મળતા ફલાઇટો વરાફરથી બંધ કરવાનો વારો આવ્યો છે છેલ્લા છ મહિનામાં અમદાવાદ એરપોર્ટ પરથી એક ઇન્ટરનેશનલ સહિત ચાર ફલાઇટોના ક્રેશ લેન્ડીંગ થયા છે. તાજેતરમાં સ્પાઇસજેટે અમદાવાદપ્રભોપાલની ફલાઇટ બંધ કરી દીધી છે.

અમદાવાદના અતિવ્યસ્ત રહેતા એરપોર્ટ પરથી પ્રતિદિન ૨૪૦થી વધુ ફલાઇટોના ટેકઓફપ્રલેન્ડીંગ છે જેમાં ૨૦૦થી વધુ ફલાઇટો ડોમેસ્ટિક સેકટરની છે. એરલાઇન કંપનીઓ વચ્ચે ચાલતી ગળાકાપ સ્પર્ધા વચ્ચે નવા સેકટરો પર ફલાઇટ શરૂ કરવામાં આવી છે. જેમાં હાલમાં ચંડીગઢ, શીલીગુરી, નાગપુર, પૂને, ભુવનેશ્વર, ભોપાલ, જોધપુરના સેકટરનો સમાવેશ થાય છે. એરલાઇન કંપનીઓ સ્લોટ લેવાના ચક્કરમાં પેસેન્જર ટ્રાફિકનો યોગ્ય રીતે સર્વે કર્યા વિના સીધી ફલાઇટ શરૂ કરી દે છે જેના કારણે થોડા સમયમાં ફલાઇટ બંધ કરવાનો વારો આવે છે. આવી જ પરિસ્થિતિ અમદાવાદ એરપોર્ટ પર સર્જાઇ છે. હાલમાં સ્પાઇસજેટ અમદાવાદથી ભોપાલની ડેઇલી ફલાઇટ બંધ કરી દીધી છે. આ ફલાઇટ છેલ્લા બે વર્ષથી ચાલતી હતી. એરલાઇન કંપનીનું કહેવુ છે કે પહેલી ડિસેમ્બરથી ફલાઇટ પુનૅં શરૂ કરવાનો પ્લાન હતો પરંતુ પાયલોટની અછતના કારણે આ સેકટર વિડ્રો કરવુ પડ્યુ છે જે મુસાફરોએ એડવાન્સ બુકીંગ કરાવ્યુ છે તેમને પૂરુ રિફંડ આપી દેવાશે. જો કે સ્પાઇસજેટની સિસ્ટમ પર આગામી ૧૬ ડિસેમ્બરથી ભોપાલની ફલાઇટ બતાવી રહી છે પરંતુ એરલાઇન કંપનીએ આ ફલાઇટ બંધ કરી દીધી હોવા છતાં સિસ્ટમ પરથી હટાવી નથી.

(3:46 pm IST)