Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

પૃષ્ઠ પીઠાધીશ્વર પ.પૂ.ગો.૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના બાવનમાં પ્રાગટ્ય દિન નિમિતે

અમદાવાદ કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે શ્રી શ્રીનાથજી ધજાજીની અલૌકિક પધરામણીઃ સત્સંગ - સાંસ્કૃતિક કાર્યક્રમ

(કેતનખત્રી) અમદાવાદ : વલ્લભકુળ ભૂષણ તિલકાયત ગો. ૧૦૮ શ્રી રાકેશકુમારજી મહારાજ શ્રી ની આજ્ઞાનુસાર અને પ. પૂ. ગો. ૧૦૫ શ્રી વિશાલકુમારજી મહોદય શ્રી ની પ્રેરણાથી શ્રી શ્રીનાથજીના ઘ્વાજાજી આરોહણ આજે તા.૧૪-૧૧-૨૦૧૯ ના રોજ ષષ્ઠપીઠાધીશ્વર પ. પૂ.ગો. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીની ના શુભ હસ્તે સવારે ૧૧ કલાકે કલ્યાણ પુષ્ટિ હવેલી વસ્ત્રાપુર ખાતેકરવામાં આવ્યું હતું. જેમાંવૈષ્ણવજનો એ દર્શન નો લાભ લીધો હતો અને આ ઉત્સવનાઆનંદથી ભકતો ભાવ વિભોર થઇ ગયા હતા.

નાથદ્વારા શ્રીનાથજી ના ધજાજી એ સાક્ષાત શ્રીગોવર્ધન નાથજી નું સ્વરૂપ છે.

આપણે વૈષ્ણવો શ્રી ગોવર્ધન નાથજી ને આપણા ઘરે નથી પધરાવી શકતા, એટલે ભાવાત્મક રૂપે ધજાજી સ્વરૂપે પધરાવીએ છીએ. અને મહોત્સવ માનાવી ને ગૌરવ થી પ્રભુ આપણા ઘરે બિરાજયા તેવી હર્ષસભર લાગણી અનુભવીએ છીએ.

જયારે (મેવાડ) નાથદ્વારા ઉપર હોલ્કર ના લશ્કરેઆક્રમણ કર્યું ત્યારે શ્રીનાથજી ઉદયપુર અને નાથદ્વારા વચ્ચે આવેલા ઘસીયાડમાં પધાર્યા જયાં ઠાકોરજી ૨૦ વર્ષ બિરાજયા. મેવાડ માં ફરી શાંતિ થઈ ત્યારે શ્રીનાથજી ને ફરી નાથદ્વારામાં પધરાવ્યા. તે સમય ના તિલકાયત શ્રીદામોદરજી મહારાજ(દ્વિતીય) હતા. તેઓ એ સંવત ૧૮૭૮ માં શ્રીનાથજી ને છપ્પન (૫૬) ભોગ આરોગવા નો મનોરથ કર્યો. આપશ્રી એ વૈષ્ણવો ને આમંત્રણ મોકલ્યા. તે સમય પાકા રસ્તા ન હતા તેથી ઘણા ઓછા વૈષ્ણવો છપ્પન (૫૬) ભોગ ના મનોરથ માં ભાગ લઇ શકયમ. અને વૃદ્ઘ, અશકત વૈષ્ણવો ભાગ ના લઇ શકયા.શ્રી દાઉજી મહારાજ વૈષ્ણવો નો વિરહ જોઈ વ્યથિત થયા, અને તેમને જુદા જુદા ભેટિયાજી દ્વારા જુદા જુદા ગામો માં ધજાજી પધરાવાની વ્યવસ્થા કરી અને શ્રી ધજાજી ના દર્શન થી વૈષ્ણવો ને પરોક્ષ રીતે શ્રીનાથજી ના દર્શન અને સેવા નું સુખ આપવા ની પરંપરા શ્રી દાઉજી મહારાજે શરૂ કરી. જે ૧૭૦ વર્ષ થી ચાલતી આવે છે. ભકત ચાહી ને ભગવાન ના દર્શન કરવા જાય તે મર્યાદા છે. ભગવાન ભકત ના વિરહથી વ્યથિત થઇ ને ભકત ને દર્શન આપવા પધારે તે પુષ્ટિ છે. ધજાજી તા.૧૪ થી ૧૬ સુધી પધારશે.

(3:45 pm IST)