Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

૩૦ કિ.મી થી વધારે ઝડપી પવન હશે તો બુલેટ ટ્રેન ઉભી રહી જશે

બુલેટ ટ્રેન ની સુરક્ષા માટે લાગશે જાતજાતના સેન્સર : પાટાનું ઉષ્ણતામાન અને પાણીનું લેવલ પણ મપાશે

અમદાવાદઃ અમદાવાદથી મુંબઇ વચ્ચે દોડનાર બુલેટ ટ્રેન ૩૦થી વધારે ઝડપી પવન હશે તો ઉભી રહી જશે આના માટે બુલેટ ટ્રેનના પાટાઓમાં સેસન્સર લગાડવામાં આવશે.

 અમદાવાદ થી મુંબઈ ની વચ્ચે ૫૦૮ કિ.મી.ના અંતર માટે નેશનલ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન દોડવવાનું છે. દરિયા કિનારા નજીકના ગુજરાત અને મહારાષ્ટ્રમાં અવારનવાર ચક્રવાત ઝડપી પવનો અને ઘણીવાર ભારે વરસાદ પડે છે તો ઉષ્ણતાપમાન પણ ઘણીવાર વધી જાય છે આવી પરિસ્થિતિઓમાં બુલેટ ટ્રેનની સુરક્ષાને ધ્યાનમાં રાખી ખાસ વ્યવસ્થા કરવામાં આવશે તેના માટે પાટાઓ ઉપર સેન્સર લગાડવામાં આવશે.  પાટાઓનુ ં ઉષ્ણતાપમાન પણ માપવામાં આવશે . જો  ઝડપી પવન હશે તો બુલેટ ટ્રેનના પૈડા રોકાઇ જશે તેમ રાજસ્થાન પત્રિકાનો અહેવાલ જણાવે છે .

નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ પ્રવકતા સુષ્મા ગૌડ અનુસાર બુલેટ ટ્રેન ૧૨ થી ૧૫ મિનિટ ની ઊંચાઈ પર  એલિવેટેડ કોરિડોર પર દોડશે . જોકે વાપી થી મુંબઈ વચ્ચે સમુદ્રમાં ટનલની અંદર દોડશે . ક્યારેક-ક્યારેક મુંબઈ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે છે અને ટ્રેન ઊંચાઈ પર હોવાથી આમ તો બુલેટ ટ્રેન માં કોઈ મુશ્કેલી નહીં પડે તેમ છતાં ટ્રેનમાં રેગેજ સિસ્ટમ લગાવવામાં આવશે અને પાણીનું લેવલ પણ તપાસવામાં આવશે .ટનલમાં પ્રવેશ દ્વારો પર અને અન્ય જગ્યાએ લગાડવામાં આવશે બુલેટ ટ્રેનના એલિવેટેડ કોરિડોર પર ૧૪ જગ્યાએ તથા ગુજરાતની ૮ નદીઓ પર ઝડપી હવાઓ અને દિશા માપવા માટે મીટર લગાડવામાં આવશે

હવાની ઝડપ ૩૦ કિમી પ્રતિ કલાક થી વધશે તો ઓપરેશન કંટ્રોલ સિસ્ટમ સેફટી એલાર્મ વાગશે. પછી કંટ્રોલરૂમ દ્વારા ટ્રેનને રોકી દેવામાં આવશે . આ કંટ્રોલ સિસ્ટમ સાબરમતી ડીપોમાં બનશે.

(2:32 pm IST)