Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

સુરતથી મુંબઇ સુધી ક્રુઝમાં પ્રવાસ સેવાનો પ્રારંભઃ ભાડુ પ૦૦૦ સુધીનું

દરિયામાં ફરવાનું સામાન્ય લોકોનું સપનું સાકાર થશે

ગાંધીનગર તા.૧૬ : ગુજરાત સરકારને ગૌરવ થાય છે કે ગુજરાત મેરીટાઇમ બોર્ડ (જીએમબી)એ ગઇકાલે એસ્સાર પેસેન્જર ફેરી ટર્મિનલ હજીરા અને મુંબઇથી ક્રુઝ આધારીત પેસેન્જર ફેરી સર્વિસને સફળતા પુર્વક ફલેગ કરી હતી ફેરી સેવાઓ હાલ કાર્યરત હોવાથી ગુજરાત રાજય દરીયાકાંઠે પરિવહન અને પર્યટન માટે અગ્રેસર બન્યુ છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગુજરાત દરિયાઇ માર્ગના પરિવહન અને પર્યટન માટે હંમેશા અગ્રેસર અને મોખરે રહે છે. આ સેવા, એસએસઆર મરીન સર્વિસીસ દ્વારા તેમના જહાજ જય સોફિયા દ્વારા આપવામાં આવે છે. સુરતમાં હજીરા બંદર અને મુંબઇ બ્રાંદ્રા - વરલી સીલિક વચ્ચે કાર્યરત છે. હાલના હવાઇ માર્ગ, સુરત અને મુંબઇ વચ્ચેના રેલ આધારીત જોડાણમાં તે નોંધપાત્ર ઉમેરો છે. આવી સેવાઓ ગુજરાતના અન્ય દરીયાકાંઠાના સ્થળોએ પહોંચાડવાની યોજના છે.

રાજય સરકાર સરકાર દ્વારા મુંબઇની એસએસઆર કંપનીને આપવામાં આવેલી પરવાનગીને પગલે સુરતથી મુંબઇ (બાંદ્રા-વર્લી સી લિંક) સુધીની ક્રુઝ સેવાની શરૂઆત કરવામાં આવી છે.એસ્સાર જેજ્ઞીથી આ ક્રુઝને ફલેગ ઓફ કરવામાં આવ્યુ હતું.

એસ્સાર પાર્ટના સીઇઓ રાજીવ અગ્રવાલને જણાવ્યું હતું કે આ બંને શહેરો વચ્ચે મુંબઇ મેઇડન નામની ક્રુઝ સેવાનો શરૂઆતના ધોરણે અઠવાડીયામાં એક વખત ચાલશે. ફેરી સર્વિસ દર ગુરૂવારે બાંદ્રા-વર્લી સી લિંકથી સાંજે પાંચ વાગ્યે નીકળશે અને શુક્રવારે સવારે ૯ વાગ્યે હજીરા જેટી પહોંચશે. જે આશરે ર૪૦ કીલોમીટરનું અંતર દર કલાકે ૧૦ કિલોમીટરની સરેરાશ ગતિ સાથે કાપશે.

આગામી દર શુક્રવારથી સામાન્ય નાગરીકો આ સેવાનો ઉપયોગ કરી શકશે. જે માટે ઓનલાઇન બુકીંગ સવાઓ શરૂ થઇ ગઇ છે.

હાલ ૩૦૦ વ્યકિતઓની ક્ષમતાવાળી ક્રુઝનું ભાડુ ત્રણ થી પાંચ હજારની વચ્ચ આંકવામાં આવી રહયું છે. આ ક્રુઝમાં ર૦ એરકન્ડિશન રૂમ બનાવવામાં આવ્યા છે. જેથી લોકોને ફેમીલી સાથે દરિયાઇ મુસાફરીનો આનંદ લઇ શકે.  તે સિવાય રેસ્ટોરન્ટ તથા સી વ્યુ માટેની સિટિંગ એરેન્જમેન્ટ પર ખાસ ધયાન અપાયું છે. ક્રુઝમાં બાર લોન્જ, ડિસ્કોથેક અને સ્પોર્ટસ સેન્ટરની સુવિધાઓ સાથે ઇન્ડીયન અને કોન્ટિનેટલ ફુડ પીરસવાની વ્યવસ્થા પણ છે.

(12:57 pm IST)