Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

ભરૂચના નબીપુર નજીક ઇંડા ભરેલી પીકઅપ વાનને અકસ્માત ઇંડાઓની ટ્રે રસ્તા પર ઢોળાઈ : લોકોએ ઇંડાની લૂંટફાટ મચાવી

લોકોએ થેલી કે પછી ડોલ સહિતના વાસણોમાં ઇંડા ભરી લીધા હતા

ભરૂચના નબીપુર નજીક ઇંડા ભરેલી પીકઅપ વાનને અકસ્માત નડ્યો હતો. ઇંડા ભરેલી પીકઅપ વાન રસ્તા પર જ પલટી ગઈ હતી. અકસ્માતને પગલે પીકઅપ વાનમાં ભરેલી ઇંડાઓની ટ્રે રસ્તા પર ઢોળાઈ ગઈ હતી

   બીજી તરફ રસ્તા પર અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. રસ્તા પર ઇંડા ભરેલી ટ્રે જોઈને લોકોએ રીતસર લૂંટ ચલાવી હતી.

 મોકો જોઈને જ લોકોએ હાથમાં આવે એટલા ઇંડા પોતાની પાસે રહેલા વાસણોમાં ભરી લીધા હતા.

અમુક લોકો ઇંડા ભરેલી ટ્રે લઈને જ ભાગ્યા હતા. જ્યારે અમુક લોકોએ થેલી કે પછી ડોલ સહિતના વાસણોમાં ઇંડા ભરી લીધા હતા.

 તંત્રને અકસ્માતની જાણ થતાં મશીન મંગાવીને રસ્તા પર પડેલી ઇંડા તેમજ તેને ભરવા માટેની ટ્રેનો કરચો સાફ કરાયો હતો.

(12:32 pm IST)