Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

માંડલ તાલુકાના નાયકપુર ગામમાં પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમ

સેવાસેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓની માહીતી તથા લાભ આપવામાં આવ્યો

( વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ: અમદાવાદ જિલ્લાના માંડલ  તાલુકાના નાયકપુર ગામમાં પાંચમા તબક્કા અંતર્ગત સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં વિરમગામના પુર્વ ધારાસભ્ય ડો. તેજશ્રીબેન પટેલ,  તાલુકા વિકાસ અધિકારી રમીલાબેન પરમાર સહીતના પદાધીકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સેવાસેતુ કાર્યક્રમમાં વિવિધ સરકારી યોજનાઓની માહીતી તથા લાભ આપવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા સેવાસેતુ કાર્યક્રમમા લોકોને આરોગ્ય વિષયક માહીતી પુરી પાડવામાં આવી હતી. નાયકપુર ગામમાં સેવાસેતુ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ સરકારી વિભાગો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

   વિરમગામના પૂર્વ ધારાસભ્ય ડૉ.તેજશ્રીબેન પટેલે જણાવ્યું હતું કે, માંડલ તાલુકામાં પાંચમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ નાયકપુર  ખાતે યોજાયો હતો. નજીકના 7 ગામો ને આનો લાભ મળ્યો અને 57 જેટલા સરકારી કામો ઘરે બેઠા શક્ય બન્યા. વિધવા મહિલાઓ ને વિધવા સહાય , અને વૃદ્ધો ને  વૃદ્ધ સહાય ના સર્ટીફિકેટ આપ્યા હતા.

(12:00 pm IST)