Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

લ્યો કરો વાત! વિપક્ષ કોંગ્રેસ સામે શાસક ભાજપના ધરણા!

રાફેલના મુદે રાહુલ ગાંધી અને એની પાર્ટી સામે હજુ ધણધણાટી

અમદાવાદ, તા.૧૬: ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાદ્યાણીએ જણાવ્યુ હતુ કે, રાફેલ સોદા મામલે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી અરજીઓ ફગાવતા સુપ્રિમ કોર્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાફેલ સોદાની સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક અને યોગ્ય રીતે થયેલ છે. જે સાબિત કરે છે કે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ તમામ આક્ષેપો સંપૂર્ણ રીતે જુઠ્ઠા અને મનદ્યડત છે. ડિસેમ્બર ૨૦૧૮ બાદ ફરી એકવાર ૧૪ નવેમ્બર ૨૦૧૯ના રોજ સુપ્રિમ કોર્ટે કોંગ્રેસને ફટકાર લગાવી છે.

શ્રી વાદ્યાણીએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસનેતા અને તત્કાલિન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ પાર્ટી દ્વારા સંસદમાં અને જાહેરમંચ પરથી લોકસભા ચૂંટણી પ્રચાર દરમ્યાન સતત જુઠ્ઠુ બોલીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અંગે મર્યાદાહીન શબ્દોનો વારંવાર પ્રયોગ કરી દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસને દેશહિત કરતા રાજકીય સ્વાર્થ વધારે વહાલો છે જયારે ભાજપા માટે રાષ્ટ્રહિત સર્વોપરી છે. રાફેલ મુદ્દે દેશને ગુમરાહ કરી મર્યાદાહીન અને હલકી રાજનીતિ કરવા બદલ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી જાહેરમાં દેશની જનતાની માફી માંગે. કોંગ્રેસના જુઠ્ઠાણાઓને ઉજાગર કરવા કરવા માટે આજે શનિવારે સમગ્ર ગુજરાતમાં જીલ્લા સ્તરે ભાજપાના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ સુત્રોચ્ચાર તેમજ 'રાહુલ ગાંધી દેશની માફી માંગે'ના નારા સાથે વિરોધાત્મક ધરણા કાર્યક્રમો યોજવામાં આવેલ છે.

(11:44 am IST)