Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

અમદાવાદનાં આંગણે ફેબ્રુઆરી ૨૦૨૦માં રૂડો પ્રસંગઃ ૧૦૦૦ કરોડના ખર્ચે બનનારા ઉમિયાધામનું નિર્માણ શરૂ થશે

દેશ-વિદેશના ૧ લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેશેઃ પ વર્ષમાં નિર્માણ કાર્ય પુરૂ થશે

અમદાવાદ, તા.૧૬: વૈષ્ણો દેવી સર્કલ પાસે કડવા પાટીદાર દ્વારા એક હજાર કરોડના ખર્ચે બનનારા વિશ્વ ઉમિયા ધામ મંદિરના શિલાન્યાસને હજું એક વર્ષ પણ નથી થયું ત્યાં આવતા વર્ષના ફેબ્રુઆરી મહિનામાં તેનું નિર્માણ કાર્ય શરૂ થઈ જશે. હિન્દુ, જૈન, બૌદ્ઘ અને શીખ ધર્મના આચાર્યોએ 'ધર્મ સંસદલૃમાં હાજરી આપી હતી જયાં ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦દ્ગક્ન રોજ ભવ્ય મંદિરની નિર્માણ કામ શરૂ થશે તેવો નિર્ણય લેવાયો હતો. આ વર્ષની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ ઉમિયા ધામ મંદિરનું શિલાન્યાસ કર્યું હતું.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને (સ્શ્જ્) કહ્યું કે, દાતાઓએ આ પ્રોજેકટ માટે ૩૭૫ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે જેમાંથી ૧૦૦ કરોડ રૂપિયા પહેલાથી જ મળી ગયા છે. સ્શ્જ્ કન્વીનર આર.પી. પટેલે કહ્યું કે, શ્નદેશ-વિદેશમાં એક લાખ લોકો કરતાં પણ વધુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મંદિર અને સંકુલનું નિર્માણ પાંચ વર્ષમાં પૂરું થઈ જશે તેવી શકયતા છેલૃ.

તેમણે ઉમેર્યું કે, શ્નફાઉન્ડેશનને અત્યારસુધીમાં આશરે ૩૭૫ કરોડ રૂપિયાનું ડોનેશન કન્ફર્મેશન મળી ચૂકયું છે, જેમાંથી ૧૦૦ કરોડ રૂપિયા મળી ચૂકયા છે. આ પ્રોજેકટનો કુલ ખર્ચ આશરે ૧૦૦૦ કરોડ રૂપિયા થશે. દુનિયાભરમાંથી ભકતો દાન આપી રહ્યા છેલૃ.

શ્નઅમે દેશભરમાંથી અને વિવિધ ધર્મોના ગુરુઓને આમંત્રણ આપવાનું નક્કી કર્યું છે કારણ કે આ મંદિર ફકત પાટીદાર સમાજનું જ નથી, પરંતુ શ્નજગત જગનીલૃનું છેલૃ. તેમણે કહ્યું કે વિશ્વ ઉમિયા ધામને માત્ર સામાજિક-ધાર્મિક રૂપે જ નહીં પરંતુ પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસિત કરાશે

(11:43 am IST)