Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

દિયોદર હાઇવે વિસ્તારમાં ફાયરિંગ : અંગત ઝઘડામાં ફાયરિંગ થતા એક વ્યક્તિ ઘાયલ

 

દિયોદર હાઇવે વિસ્તાર ઉપર અંગત ઝગડા માં એકા એક ફાયરિંગની ઘટના બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે અંગત ઝગડા ના કારણે ફાયરિંગ થયું હોવાનું બહાર આવ્યું છે

જાણવા મળતી માહિતી મુજબ દિયોદર હાઇવે વિસ્તાર ઉપર આજે સાંજે  હાઇવે વિસ્તાર ઉપર અંગત ઝગડા માં એક વ્યક્તિ દ્વારા એકા એક ફાયરિંગ કરતા એક વ્યક્તિ ને ઈજા પોહચી હતી અને પગ માં ગોળી વાગતા જે ને તત્કાલિત સારવાર માટે દિયોદર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી પાટણ રીફર કરવા માં આવેલ છે જે મામલે દિયોદર પોલીસ મથક ખાતે લોકો ના ટોળા ઉમટી પડ્યા હતા

  લખાય છે ત્યાં સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ બાબતે દિયોદર પોલીસે ઘટના સ્થળ ઉપર જઈ તપાસ હાથ ધરી છે જેમાં હજુ કોઈ ફરિયાદીનો સંપર્ક થયો નથી.

(12:31 am IST)