Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

બનાસકાંઠાના લાખણી APMCની મતદાર યાદી મામલે હાઇકોર્ટમાં અરજી

બોગસ મતદારો હોવાના પુરાવા સાથે હાઇકોર્ટમાં અરજી થતા માર્કેટમાં ખળભળાટ

 

બનાસકાંઠામાં આવેલી લાખણી APMCના વેપારી વિભાગની મતદાર યાદી મામલે હાઈકોર્ટમાં અરજી થઇ છે એપીએમસીની ચૂંટણી પહેલા 126 બોગસ મતદારના પુરાવા સાથે હાઇકોર્ટમાં અરજી કરાઈ છે ગત ટર્મમાં વેપારી વિભાગમાં 122 મતદારો હતા જે વધીને 345 થયા હતા. જેથી હાઈકોર્ટમાં બોગસ મતદાર મામલે અરજી કરવામાં આવી છે.

  હોઈકોર્ટમાં સમગ્ર મામલો પહોંચતા એપીએમસી માર્કેટમાં ભૂકંપ સર્જાયો છે. 2015માં ડીસા APMC માંથી લાખણી APMCનું વિભાજન થયું હતું. વર્ષ 2015માં સરકારે 17 સભ્યોની કમિટિને લાખણી APMCનો વહીવટ સોપાયો હતો. 2018 વ્યવસ્થાપક મંડળની મુદ્દત પૂર્ણ થતાં ડિસેમબર માસમાં લાખણી APMCની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ત્યારે ચૂંટણી નજીક આવતા મતદાર યાદીને લઈ હાઇકોર્ટમાં અરજદારે અરજી કરી છે.

(10:31 pm IST)
  • જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી કિરિટ જોશીની હત્યાનો મામલો:કિરીટ જોશી હત્યા કેસની તપાસ CID ક્રાઇમને સોંપાઇ:હત્યાનો મુખ્ય સુત્રધાર ભૂમાફિયા જયેશ પટેલ હજુ પણ ફરાર : જાણીતા ધારાશાસ્ત્રીની સરાજાહેર કરવામાં આવી હતી ક્રુર હત્યા:આવતીકાલથી CID ક્રાઈમની ટીમ હત્યાની શરૂ કરશે તપાસ access_time 2:56 pm IST

  • ત્રણ વાઘ બાળ ટ્રેન નીચે કચડાય મર્યા:મહારાષ્ટ્રના જાનુના ના જંગલ માં ટ્રેન નીચે ૬ મહિનાથી પણ નાના 3 વાઘ બાળ કપાય જતા ભારે અરેરાટી પ્રસરી છે. access_time 12:42 am IST

  • અમેરીકાના સાંસદોએ ઉઈઘર મુસ્લિમો પર દમન ગુજારવા બદલ ચીન પર પ્રતિબંધો લાદતુ બીલ રજૂ કર્યુ access_time 3:18 pm IST