Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

ડિજિટલ ઇન્ડિયાના વિઝનને દિપ ફાઉન્ડેશને સાર્થક કર્યું છે

૩૫ સ્માર્ટ સ્કૂલ્સ ઉભી કરી અનોખી પ્રેરણા પૂરી પાડીઃ ૨૦૧૯ના વર્ષમાં ૧૦૦ સ્માર્ટ સ્કૂલના લક્ષ્યાંકને હાંસલ કરાશે : ગ્રામીણ ક્ષેત્રોના બાળકો માટે સ્માર્ટ સ્કૂલ ઉપયોગી

અમદાવાદ, તા.૧૬: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના વીઝનને દીપ ફાઉન્ડેશને સાચા અર્થમાં જાણે સાર્થક કરી બતાવ્યું છે. મ્યુનિસિપલ અને સરકારી સ્કૂલોને સ્માર્ટ સ્કૂલમાં પરિવર્તિત કરવાના અનોખા પ્રોજેકટના ભાગરૂપે દીપ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતમાં ૩૫ સ્માર્ટ સ્કૂલ્સ સફળતાપૂર્વક ઉભી કરી બતાવી છે, જયારે ૨૦૧૯ના આગામી વર્ષમાં ૧૦૦ સ્માર્ટ સ્કૂલ્સ તૈયાર કરવાનું સંસ્થાનું આયોજન છે. ગ્રામીણ વિસ્તારોમાં સ્માર્ટ સ્કૂલ્સ ઉપરાંત, પુસ્તકો, શૈક્ષણિક સહાય, ઉપયોગી વસ્તુઓ અને પાયારૂપ માળખાગત સુવિધાઓ પૂરી પાડવા ઉપરાંત દીપ ફાઉન્ડેશન નિરાધાર બાળકોની કારકિર્દીના વિકાસના પોષણમાં બહુ ઉમદા કામગીરી બજાવી રહી હોઇ સમાજમાં અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહી છે. દીપ ફાઉન્ડેશનના સીએમડી શ્રી પારસ સાવલાએ જણાવ્યું હતું કે, દીપ ઈન્ડસ્ટ્રીઝ લિ.ની સખાવતી પાંખ દીપ ફાઉન્ડેશન આ સ્માર્ટ વિશ્વમાં બાળકોને શિક્ષિત કરવાના શ્રેષ્ઠ માર્ગ તરીકે ડિજિટલ લર્નિંગને પ્રોત્સાહન આપવામાં નોંધપાત્ર યોગદાન આપવાની સાથે શિક્ષણના ક્ષેત્રે કાર્યરત છે. આ પ્રોજેક્ટનો આશય સ્માર્ટ ક્લાસરૂમ્સ અને ગૂગલ ક્લાસરૂમ્સના ઉપયોગ તરીકે શિક્ષણની વૈકલ્પિક અને વધુ વ્યવહારુ પદ્ધતિઓના ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને પોષણ આપવાનો છે. ભારતમાં સરકારી શિક્ષણમાં અનેક કારણોસર કેટલાક પડકારો ઊભા થયા હોવાનું જોઈ શકાય છે. શિક્ષણના અમલીકરણ અને ઉદ્દેશો હાંસલ કરવામાં વિદ્યાર્થી-શિક્ષકોનો કથળેલો ગુણોત્તર અને ગુણવત્તાપૂર્ણ અને તાલિમબદ્ધ શિક્ષકોની અછત બે મહત્વના અવરોધો છે. સ્માર્ટ લર્નિંગ અભિગમ કોઈપણ વય અને વર્ગના શીખનારાઓને ચોક્કસ માળખુ અને સ્માર્ટ થિન્કિંગ ટૂલ્સ પૂરા પાડે છે, જે ઉચ્ચ સ્તરની સમજને પ્રેરિત કરે છે. દીપ ફાઉન્ડેશનની ક્લાસરૂમ્સને ડિજિટલ ક્લાસરૂમ્સમાં પરિવર્તિત કરવાની પહેલ આ ક્ષેત્રમાં ટેક્નોલોજીના ઉપયોગથી સરકારી સ્કૂલો પર ધ્યાન કેન્દ્રીત કરવાના સૌપ્રથમ પ્રોજેક્ટ્સમાંનો એક છે. અમે ગુજરાતમાં સફળતાપૂર્વક ૩૫ સ્કૂલોને પૂરી કરી છે. ગુજરાતમાં ૧૦૦ સ્માર્ટ ક્લાસરૂમ્સના સમાવેશની દીપ ફાઉન્ડેશનની વિસ્તરણ યોજનાને ૨૦૧૯માં પૂરી કરવી એ અમારું લક્ષ્ય છે. આ પહેલ ડિજિટલ ઈન્ડિયાના પીએમ મોદીના વિઝનને અનુરૂપ છે તેમ દીપ ફાઉન્ડેશનના સીએમડી શ્રી પારસ સાવલાએ ઉમેર્યું હતું. શ્રી સાવલાએ એ મુદ્દે પણ ધ્યાન દોર્યું કે, દીપ ફાઉન્ડેશને બધી જ સ્કૂલોને સ્માર્ટ ક્લાસ ટેક્નોલોજીથી સજ્જ કરવામાં અસાધારણ પ્રયાસો કર્યા છે અને તેણે બાળકોના ભવિષ્યમાં પરિવર્તન લાવવામાં કોઈ કસર બાકી રાખી નથી.

સપ્ટેમ્બર ૨૦૧૭માં ગુજરાત મ્યુનિસિપલ સ્કૂલોએ તેમના ક્લાસરૂમ્સને સ્માર્ટ ક્લાસરૂમ્સ તરીકે ઓળખાતા આવતીકાલના ક્લાસરૂમ્સમાં પરિવર્તિત કરવાનું શરૂ કર્યું છે. સ્માર્ટ ક્લાસરૂમ્સમાં રૂમ કલર વર્ક, પોસ્ટર્સ, નોલેજ-યાન સહિતની હાઇટેક અને અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. ઉપરાંત કમ્પ્યુટર, પ્રોજેક્ટર, મલ્ટીમીડિયા કન્ટેન્ટ, બેન્ચીસ જેવી એકીકૃત કમ્યુનિટી કમ્પ્યુટર કામ કરે છે. શિક્ષકો અભ્યાસ માટે સ્લાઇડ પ્રસ્તુતિ, ઓડિઓ અને વિડિઓ કોન્ફરન્સિંગ, એપ્લિકેશન શેરિંગ, શેર કરેલ વ્હાઇટબોર્ડ સહિત વિવિધ સમન્વય તકનીકોમાંથી પસંદ કરી શકે છે. તેમાંથી અનેક સુવિધાઓ ભૌગોલિક રીતે અંતરિયાળ વિસ્તારોમાં છે, જ્યાં ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પૂરું પાડવું મોટી ચિંતાજનક બાબત છે. તેની કામગીરીના વિસ્તારમાં લોકોનું જીવનધોરણ સુધારવાના પ્રયાસોમાં દીપ ફાઉન્ડેશને દેશના આ અંતરિયાળ વિસ્તારોમાં કેટલાક શૈક્ષણિક પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. વિદ્યાર્થીઓની કુશળતા વિકસાવવા ઉપરાંત દીપ ફાઉન્ડેશનનો આશય વિદ્યાર્થીઓ,વાલીઓમાં જવાબદારીની ભાવના વિકસાવવા અને પ્રેરણાને પ્રોત્સાહિત કરવાનો છે.

(9:55 pm IST)