Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

ઉદ્યોગપતિઓને વિકાસની યાત્રામાં જોડાવવા અપીલ

અગ્રણી ઉદ્યગપતિઓને રૂપાણી દ્વારા અપીલઃ વન ટુ વન બેઠકમાં રૂપાણીની સાથે વિસ્તૃત ચર્ચા કરાઈ

અમદાવાદ,તા.૧૬: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુક્રવારે નવી દિલ્હીમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકોને રૂબરૂ મળીને આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સહભાગી થઈ ગુજરાતની વૈશ્વિક વિકાસયાત્રાને વધુ વેગ આપવા ઇજન પાઠવ્યું હતું.

વાયબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯ની પૂર્વ તૈયારી રૂપે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે યોજેલા વન ટુ વન બેઠકના ઉપક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે એમજી મોટર્સના એમડી રાજીવ છાબડા, ડીસીએમ શ્રીરામના સીઈઓ વિક્રમ શ્રીરામ, ભારતી એન્ટરપ્રાઇઝીસના વાઇસ ચેરમેન રાજનભારતી મિત્તલ, એકમે સોલારના ચેરમેન મનોજ ઉપાધ્યાય, રિન્યુ પાવર વેન્ચરના સીઇઓ સુમન્ત સિન્હા અને સ્પાઇસ જેટના ચેરમેન અજય સિંહએ બેઠકો યોજી હતી. આ અગ્રણી ઉદ્યોગ સંચાલકોએ ગુજરાત સાથે ઓટોમોટિવ સેક્ટર, સોલાર એનર્જી,  સોડા એશ ઉત્પાદન, પીસીપીઆઇઆર, રિજિયનલ એર કનેક્ટિવિટી સહિતના બહુવિધ ક્ષેત્રોમાં રોકાણ માટેની ઉત્સુકતા દર્શાવી ગુજરાત સરકારની પ્રોત્સાહક નીતિઓ અને ઇન્ડસ્ટ્રિયલ પોલિસિઝની પણ સરાહના કરી હતી.

(9:28 pm IST)