Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

ભાજપ સાંસદના પુત્ર, કાલોલ ધારાસભ્યના પુત્રની વચ્ચે જંગ

રેતીના ધંધાની હરિફાઇમાં ઝઘડો ચરમસીમાએ : ધારાસભ્યના પુત્ર પર તલવારથી હુમલો થતાં ગંભીર ઇજા

અમદાવાદ, તા.૧૬ : પંચમહાલના સાંસદના પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર અને કાલોલના ધારાસભ્યના સુમનબેન ચૌહાણના પુત્ર વચ્ચે રેતીની ધંધાકીય હરીફાઇમાં હિસંક ઝઘડો થયો હતો અને જાણે લોહિયાળ જંગમાં ફેરવાયો હતો. જેમાં પંચમહાલના સાંસદના પુત્રએ કાલોલના ધારાસભ્ય અને પોતાના ભાઇના પુત્ર પર તલવારથી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ધારાસભ્યના પુત્રને ગંભીર ઇજાઓ પહાંેચી હતી. સાંસદના પૌત્ર અને કાલોલ ધારાસભ્યના પુત્રએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં પોતાના કાકા સહિત ચાર વિરુદ્ધ ફરીયાદ નોધાવતાં પોલીસે હત્યાની કોશિશ અને લૂંટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને પગલે ગુજરાતના રાજકારણમાં જબરદસ્ત ચકચાર મચી ગઇ છે. બીજીબાજુ, આ સમગ્ર પ્રકરણ અંગે પંચમહાલના ભાજપના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે હાથ ખંખેર્યા હતા કે, મારે બંને જોડે લેવાદેવા નથી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, પંચમહાલ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર ઉમેશ ચૌહાણ દ્વારા તેના ભત્રીજા અને કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણના પુત્ર સુનિલ ચૌહાણ પર રેતીના વેપારની હરીફાઈની બાબતે વારંવાર ઘર્ષણ થતા હતા. જોકે કોઈકને કોઈક કારણોસર પરિવારમાં ઝઘડાઓ ચાલ્યા કરતા હતા. હાલ કાલોલના ધારાસભ્ય સુમન બેનનો પુત્ર સુનિલ ચૌહાણ જે રેતીની લીઝ ચલાવે છે અને સામે સાંસદનો પુત્ર ઉમેશ ચૌહાણ પણ રેતીના વ્યવસાયમાં જોડાયેલો હોવાથી ધંધાકીય અદાવત લાંબા સમયથી ચાલ્યા કરતી હતી. ત્યારે ધંધાકીય ખેંચતાણમાં ફરીવાર હિસક સ્વરૂપમાં ફેરવાઇ ગયું હતું. સુનિલ ચાંહાણ પોતાની ગાડી લઇને કાલોલ જતો હતો. તે દરમિયાન ઉમેશ ચૌહાણ સહિત ચાર જણા ગાડીમાં આવીને ઓવરટેક કરીને સુનિલની ગાડી રોકી હતી અને તેની પર તલવાર સહિતના હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ધારાસભ્યના પુત્રને ગંભીર ઇજાઓ પહોચાડી હતી. કાલોલ ધારાસભ્યના પુત્રએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં પોતાના કાકા સહિત ચાર વિરુદ્ધ ફરીયાદ નોધાવી છે. જેથી પોલીસે હત્યાની કોશિશ અને લૂંટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને પગલે ભાજપના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પારિવારિક ઝઘડાએ ફરી એકવાર હિંસક સ્વરૂપ ધારણ કર્યું હોવાની ચર્ચાને પગલે રાજકારણ ગરમાયું હતું.

(8:25 pm IST)
  • મુસ્લિમો પર અત્યાચાર મામલે ચીનને ઘેરવા ૧૫ દેશોના રાજદૂતોની યોજના : કેનેડાની આગેવાનીમાં ચીનમાં ૧૫ દેશોના દૂતાવાસોએ ૧૦ લાખથી વધુ મુસ્લિમોને અટકાયતમાં રાખવા મામલે સરકારને પત્ર મોકલવાની યોજના ઘડી, શિનજિયાંગમાં ઉઈઘર મુસ્લિમો પર થતાં અત્યાચારના સંયુકત રાષ્ટ્રના અહેવાલ બાદ વિવિધ દેશોના રાજદૂતો ચીનથી ખફા access_time 3:18 pm IST

  • સુરત:અડાજણ વિસ્તારમાં મનપા એસઆઈ પર હુમલો:કચરો નાખનાર મહિલાને કહેવા જતા મામલો બીચક્યો:મહિલાનો પુત્ર સળિયો લઈ એસઆઈને મારવા પહોંચ્યો:એસઆઈ પર હુમલો કરતા થયો બખેડો:મામલો અડાજણ પોલીસ મથકે પહોંચતા ફરિયાદ નોંધાઇ:પોલીસે હુમલાખોરની ધરપકડ કરી access_time 2:57 pm IST

  • અમેરીકાના સાંસદોએ ઉઈઘર મુસ્લિમો પર દમન ગુજારવા બદલ ચીન પર પ્રતિબંધો લાદતુ બીલ રજૂ કર્યુ access_time 3:18 pm IST