Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

મહેમદાવાદ પોલીસે રેલવે સ્ટેશન નજીક ધમધમતા જુગારધામ પર દરોડા પાડ્યા: ત્રણને રંગે હાથે ઝડપ્યા

મહેમદાવાદ: પોલીસ ગઈકાલે રાત્રે પેટ્રોલીંગમાં નીકળી હતી. દરમ્યાન રેલવે સ્ટેશન બહાર રીક્ષા સ્ટેન્ડ પાસે ખુલ્લી જગ્યામાં કોઈ ઈસમો જુગાર રમતા હોવાનું જોવા મળ્યું હતું. જેથી પોલીસે રેઈડ કરતા અબ્દુલરજાક ઉર્ફે ટપુ અબ્દુલકાદર મન્સુરી, શોકતહુશેન ગુલામરસુલ મલેક તથા ભાનુભાઈ બેચરભાઈ ચાવડા જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે અંગ જડતીમાં રૂા. ૬૨૨૦, દાવ ઉપરના રૂા. ૨૫૦ તથા એક મોબાઈલ રૂા. ૫૦૦નો મળી કુલ રૂા. ૬૯૭૦નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

(6:24 pm IST)