Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

અમદાવાદના રાણીપમાં ગઠિયાએ નાઈટ વિઝનના સીસીટીવી કેમેરાની ચોરી કરતા ચકચાર

અમદાવાદ:રાણીપમાં કોઈ ગઠિયો આરટીઓ કચેરીના નાઈટ વિઝન સીસીટીવી કેમેરાની ચોરી કરી ગયો હતો. આ અંગે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ રાણીપમાં આરટીઓ કચેરીની કલેક્ટર ઓફિસ તરફની દિવાલ પર લગાવેલા રૃ. ૧૫,૦૦૦ ની કિંમતના નાઈટ વિઝન સીસીટીવી કેમેરાની ચોરી થઈ હતી.

આરટીઓમાં ફરજ બજાવતા આશિષકુમાર પંચાલે ફરિયાદમાં જમાવ્યું હતું કે ૧૪ નવેમ્બરના રોજ આ સીસીટીવી કેમેરાના ફુટેજ નહી જણાતા સીસીટીવીના કોન્ટ્રાક્ટના કર્મચારીને બોલાવવામાં આવ્યો હતો. જેમાં તેણે તા. ૮ નવેમ્બરના રોજ રાત્રે કોઈ શખ્સ આ સીસીટીવી કેમેરાની ચોરી કરી ગયો હોવાનું જણાવ્યું હતું. અન્ય એક સીસીટીવી કેમેરામાં તપાસ કરતા આરોપી નાઈટ વિઝન સીસીટીવી કેમેરો ચોરી જતો જણાયો હતો. જોકે ૬ નવેમ્બરથી ૧૨ નવેમ્બર દરમિયાન દિવાળી વેકેશનને કારણે કચેરી બંધ હોવાથી તે સમયે બનાવ અંગે જાણ થઈ ન હતી.

(6:13 pm IST)
  • ટ્રોલી સાથે સળગતું ટ્રેક્ટર ઉતારી દીધું તળાવમાં : ખેડૂતની હિંમતે અનેક ઘરો તબાહ થતાં બચાવ્યાં : 28 વર્ષના યુવાને જીવ જોખમમાં મૂકીને ગામ આખાને આગની ઝપેટમાં આવતા બચાવ્યું access_time 12:37 pm IST

  • અમેરીકાએ સાઉદી પત્રકાર જમાલ ખાશોગીની હત્યામાં ભૂમિકા ભજવનાર ૧૭ સાઉદી અધિકારીઓ ઉપર આર્થિક પ્રતિબંધ લાઘ્યો સાઉદી અરબના પબ્લીક પ્રોશીકયુટરે આ મામલે ૫ સાઉદી અધિકારીઓને મોતની સજા આપવાની માંગણી કરી access_time 12:17 pm IST

  • નવસારી : અગ્રવાલ કોલેજ રોડ પાસેથી રૂ.૭૦ લાખની જૂની ચલણી નોટો સાથે બે શખ્સો ઝડપાયા :સુરતથી નવસારી જૂની નોટો વટાવવા આવ્યા હતા access_time 3:36 pm IST