Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

વિજાપુરના ફુદેડામાં બે પરિવારો નજીવી બાબતે બાખડ્યા: સામસામે થયેલ હુમલામાં સાતને ગંભીર ઇજા

વિજાપુર: તાલુકાના ફુદેડા ગામમાં રસ્તાની અવર જવરની તકરારમાં બોલાચાલી થતા બે પરિવારો આમને સામે આવી જતા ધારિયુ તલવાર જેવા તિક્ષ્ણ હથિયારોથી એકબીજા જીવલેણ હુમલો કરતા સાત વ્યકિત  ઘાયલ થયા હતા અને  લાડોલ પોલીસ સ્ટેશને ૧૮ ઈસમો સામે સામ સામી ફરિયાદ નોંધાવા પામી છે.

 વિજાપુર તાલુકાના ફુદેડા ગામે ગત રોજ મોડી સાંજના સુમારે બે પરિવારો વચ્ચે રસ્તામાં અવર જવર મામલે તકરાર થવા પામી હતી. જેમાં ચૌહાણ ધનસિહે નોધાવેલ ફરિયાદ મુજબ તેઓ તથા તેમના પત્ની ખેતરમાં જઈ રહ્યા હતા.

ત્યારે ચૌહાણ પ્રકાશ વેચાતજી, ચૌહાણ રાકેશ કુવરજી, ચૌહાણ બાલસીહ વેચાતજી, ચૌહાણ પરેશ પારખાનજી, ચૌહાણ કમલેશ છનાજી, ચૌહાણ પ્રવિણ પારખાનજી, ચૌહાણ રમેશ મોહનજી, ચૌહાણ સંજય પરબતજી, ચૌહાણ કીર્તિ જશવંતસીહ તથા ચૌહાણ સુરેશ પારખાનજી તમામ રહેવાસી ફુદેડાએ ધારીયા તલવાર જેવા તિક્ષ્ણ હથિયારોથી જીવલેણ હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી.

 

 

(6:08 pm IST)