Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

પૈસા ડબલ કરવાની લાલચ આપી ગાંધીનગરના શખ્સો પાસેથી 15 કરોડની છેતરપિંડી

ગાંધીનગર:સમગ્ર રાજયમાં હાલ ચર્ચાસ્પદ બનેલા વિનય શાહના એકના ડબલ કરી આપવાની સ્કીમનું ઉઠામણું થઈ ગયા બાદ કુલ ર૬૦ કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે જેમાં કથિત રીતે પોલીસ અધિકારીઓને પણ રૂપિયા આપ્યા હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ કરાયો છે ત્યારે આ કૌભાંડમાં ગાંધીનગરના લોકો પણ ભોગ બન્યાનું બહાર આવ્યું છે. એક હજારથી વધુ લોકોએ આ સ્કીમમાં રોકાણ કરીને ૧પ કરોડથી વધુની રકમ ડુબાડી હોવાનું જાણવા મળી રહયું છે. આ સંદર્ભે આગામી દિવસમાં પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવશે તો સે-૭માં સ્થિત એજન્ટ દ્વારા આ રૂપિયા પહોંચાડાયાનું જાણવા મળી રહયું છે.   

અમદાવાદના વસ્ત્રાપુરના વિનય શાહ અને તેની પત્નિ ભાર્ગવી શાહે થલતેજના રેસીડેન્ટ હાઉસમાં વર્લ્ડ કલેવર એક્સ સોલ્યુશન નામની ઓફીસ કરીને રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી સમગ્ર રાજયના લોકોને છેતર્યા હતા અને કુલ ર૬૦ કરોડ રૂપિયાનું ચીટીંગ કર્યું હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો હતો. આ સંદર્ભે વિનય અને તેની પત્નિભાર્ગવી સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે તેની ઓફીસને સીલ કરી દીધી છે અને હથિયારી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે. 

 

(6:06 pm IST)
  • અમેરીકાએ સાઉદી પત્રકાર જમાલ ખાશોગીની હત્યામાં ભૂમિકા ભજવનાર ૧૭ સાઉદી અધિકારીઓ ઉપર આર્થિક પ્રતિબંધ લાઘ્યો સાઉદી અરબના પબ્લીક પ્રોશીકયુટરે આ મામલે ૫ સાઉદી અધિકારીઓને મોતની સજા આપવાની માંગણી કરી access_time 12:17 pm IST

  • દીવ : નાગવા બીચ નજીક કારે ૨૨ વ્યકિતઓને અડફેટે લીધા : ૭ ને ગંભીર ઈજા : આરોપી ડ્રાઈવર વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધાયો access_time 4:26 pm IST

  • તામિલનાડુ : ‘ગાઝી' વાવાઝોડાથી ૧૧ના મોત access_time 12:56 pm IST