Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

પરણિત યુવાને તલાટી યુવતીને પ્રેમજાળમાં ફસાવી આપઘાત કરવા મજબુર કરી:પોલીસ ફરિયાદ

કરજણ:તાલુકા પંચાયતના સભ્યએ પોતે અપરિણીત હોવાનું જણાવી તલાટી યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ ભાંડો ફૂટતા તે નાસીપાસ થઇ ગઇ હતી. તલાટીને લગ્ન કરવાનું વચન આપીને ફરી જઇ આપઘાત માટે આરોપીએ મજબૂર કરતાં તલાટી યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. જે અંગે તેના ભાઇએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગેની વિગત એવી છે કે કરજણ તાલુકાનાં સાપા ગામે પહેતો પંકજ ગોરધનભાઇ પટેલ કરજણ તાલુકા પંચાયતનો અપક્ષ સભ્ય છે. પોતે અપરિણીત હોવાનું જણાવી તલાટી તરીકે નોકરી કરતી યુવતી સાથે પ્રમ સંબંધ બાંધ્યો હતો. અને લગ્ન કરવાનું વચન પણ આપ્યું હતું. મોડેથી યુવતીને ખબર પડી હતી કે પંકજ પટેલ પરિણીત છે. જેની તલાટી યુવતીએ પંકજ સાથે સંબંધો નહીં રાખવાનું નક્કી કર્યું હતું. પરંતુ પત્ની સાથે છૂટાછેડા લઇ પંકજ પટેલે યુવતીને લગ્નની બાંયધરી આપતા બંન્ને વચ્ચેના સંબંધો ચાલુ રહ્યા હતાં. એ પછી પંકજ પટેલે તલાટી યુવતીને માનસિક રીતે હેરાન કરવા માંડી હતી. અને લગ્ન બાબતે અવારનવાર બંન્ વચ્ચે ઝઘડાઓ થતા હતાં પંકજ યુવતીને સ્પષ્ટ પણે જણાવી દીધુ હતું કે, 'હું મારી પત્નીને છોડી શકું તેમ નથી અને તારી સાથે લગ્ન નહી કરૃં તારાથી થાય તે કરી લે તારે મારી રખાત તરીકે રહેવું હોય તો રહે. અને મરી જવું હોય તો મરી જા પરંતુ હુ તારી સાથે લગ્ન નહીં કરૃં''.

પંકજના આવા વર્તનથી યુવતીને લાગતુ હતુ કે મારી પાસે મરવા સિવાય કોઇ વિકલ્પ નથી જેથી હતપ્રભ થઇને યુવતીએ માથાનાં બધા વાળ પણ કપાવી મુંડન કરાવી નાંખ્યું હતું.

પંકજ પટેલના આવા વર્તનથી હતાશ થઇને તલાટી યુવતીએ પંખા પર ઓઢણી બાંધી ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. બહેનની અંતિમવિધિ વતનમાં પૂરી કરીને પરત વડોદરા આવેલા યુવતીના ભાઇએ પંકજ પટેલ વિરૃધ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

(6:02 pm IST)
  • સેન્સેકસ-નીફટી ગ્રીન ઝોનમાં : ક્રુડના ભાવ નિયંત્રણમાં રહેતા શેરબજારમાં ઉછાળોઃ ર.૧પ કલાકે સેન્સેકસ ૧પ૭ પોઇન્ટ વધીને ૩પ૪૧૭ અને નીફટી ૩૮ પોઇન્ટ વધીને ૧૦૬પ૪: ડોલર સામે રૂપિયો ૭૧.૭૩ ઉપર ટ્રેડ કરે છે access_time 3:41 pm IST

  • ઇંધણના ભાવ ઘટાડો યથાવત : શનિવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો ;પેટ્રોલ લીટરે 18 પૈસા અને ડીઝલ 20 પૈસા લિટરે થશે સસ્તું ;કેટલાય દિવસોથી પેટ્રોલ ડીઝલના ભાવ ઘટતા વાહન ચાલકોને રાહત access_time 12:35 am IST

  • જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી કિરિટ જોશીની હત્યાનો મામલો:કિરીટ જોશી હત્યા કેસની તપાસ CID ક્રાઇમને સોંપાઇ:હત્યાનો મુખ્ય સુત્રધાર ભૂમાફિયા જયેશ પટેલ હજુ પણ ફરાર : જાણીતા ધારાશાસ્ત્રીની સરાજાહેર કરવામાં આવી હતી ક્રુર હત્યા:આવતીકાલથી CID ક્રાઈમની ટીમ હત્યાની શરૂ કરશે તપાસ access_time 2:56 pm IST