Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આ પત્રણને ગયા હતા. તેને સાચવવાની જવાબદારી અપણી છેઃ અમદાવાદમાં પરેશ રાવલે હિન્દુઓને એક થવા હાકલ કરી

અમદાવાદ: ”ગુજરાતમાં આપણું સંગઠન નબળું પડ્યું છે, આપણે માયકાંગલા છીએ અને આપણા અસ્તિત્વ પર ખતરો ઉભો થયો છે, માટે જ પીએમને વારંવાર ગુજરાતમાં બોલાવા પડે છે..” આ શબ્દો બીજા કોઈના નહીં, પરંતુ અમદાવાદ પૂર્વ બેઠકના ભાજપના સાંસદ પરેશ રાવલના છે.

હાલમાં જ રિવરફ્રંટ પર ભાજપ દ્વારા કાર્યકર્તાઓનું નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનને સંબોધતા ભાજપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં જ પરેશ રાવલે પોતાનો બળાપો કાઢ્યો હતો. અભિનેતામાંથી નેતા બનેલા પરેશ રાવલે કહ્યું હતું કે, અહીં સંગઠન નબળું પડ્યું છે.

એક સ્થાનિક અખબારના અહેવાલ પ્રમાણે, પરેશ રાવલે એમ પણ કહ્યું હતું કે, પીએમ મોદી આપણને લીલી વાડી આપીને ગયા હતા, જેને સાચવવાની આપણી જવાબદારી છે. તેમણે પોતાના ભાષણમાં હિંદુઓને એક થવા પણ હાંકલ કરી હતી, અને જણાવ્યું હતું કે આપણે એક હાથમાં કુરાન અને બીજા હાથમાં કમ્પ્યુટર હોય તેવા મુસ્લિમોની જરુર છે.

(4:40 pm IST)