Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

ભાજપને હરાવવો, એ મારો મુખ્‍ય રોલ : શંકરસિંહજી

બાપુ કહે છે લોકસભામાં ભાજપના વળતા પાણી : દેશ આખાનો પ્રવાસ કરૂ છું : ભાજપ વિરોધી તમામ પક્ષોને સાથ આપવા તૈયાર : અડવાણીને પણ બાપુ મળ્‍યા : સંઘ કહે તો લાલકૃષ્‍ણ ચૂંટણી લડવા તૈયાર : હાર્દિકને ઘરની બાબતમાં હેરાન ન કરો : ઈવીએમમાં ‘ટેમ્‍પરીંગ' થાય છે : પેપર ટ્રેલ લગાડો : દૂધના ફેટના ઘટતા ભાવો ચિંતાજનક : પ્રાઈવેટ સેકટર આવીને સહકારી ક્ષેત્રની ઘોર ખોદી નાખશે : ગુજરાતમાં ખેડૂતો મરી રહ્યા છે : રોજ આત્‍મહત્‍યાઓ કરે છે : ‘એમએસપી'ના ગતકડાથી ખેડૂતોને છેતરવાનું બંધ કરોઃ સરકાર જેવું કંઈ રહ્યુ નથી : શંકરસિંહજીના જબરા પ્રહારો

અમદાવાદ, તા. ૧૬ : ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે પોતાના નિવાસસ્‍થાને એક પ્રેસ કોન્‍ફરન્‍સ યોજી હતી. આ દરમિયાન તેમણેᅠપાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાᅠહાર્દિક પટેલને મદદ કરવા અંગે જણાવ્‍યું હતું કે ભાજપે હાર્દિકને ઘરની બાબતમાં હેરાનગતિ કરવી જોઈએ નહીં, હાર્દિક જો મારા પડછાયામાં રહેશે તો તેને નુકસાન થાય તેમ છે, જે યોગ્‍ય નથી.

જયારે ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્‍ણ અડવાણીના લોકસભા ચૂંટણી લડવાને લઇ જણાવ્‍યું હતું કે, હું દિલ્‍હીમાં અડવાણીજીને મળ્‍યો હતો તેમની સાથેની વાતચીતમાં મેં પૂછ્‍યું હતું કે તમે ગાંધીનગરથી ચૂંટણી લડવા ના છો તો અડવાણીએ હા પાડી અને તેમણે ઈશારો કર્યો હતો કે, જો આરએસએસ કહેશે તો ચોક્કસ લડીશ.

આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપનો પરાજય થવાની આગાહી કરતા વાદ્યેલાએ વધુમાં જણાવ્‍યું હતું કે ૨૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં ભાજપના વળતા પાણી દેખાય રહ્યા છે, જયારે ભાજપ સિવાયના અન્‍ય રાજકીય પક્ષો ૩૦૦ બેઠકો સાથે કેન્‍દ્રમાં સત્તા હાંસલ કરશે.

લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે પોતાનો મુખ્‍ય રોલ રહેશે. સમગ્ર દેશમાં પ્રવાસ કરી રહ્યો છું અને ભાજપ વિરોધી જે કોઈ પક્ષ લડતા હશે તેમને સાથ આપવા હું તૈયાર છું.

કેન્‍દ્રની મોદી સરકાર તમામ મોરચે નિષ્‍ફળ હોવાનો ઉલ્લેખ કરતા વાદ્યેલાએ કહ્યું હતું કે સૌથી વધુ દુઃખી દેશના ખેડૂતો છે તેમને પોષણક્ષમ ભાવો ન મળતા આપદ્યાત કરી રહ્યા છે. જે ઘણી દુઃખદ બાબત છે.

તેમણે વધુમાં કહેલ કે મેં ગઈકાલે ઇલેક્‍શન કમિશનને પત્ર લખ્‍યો છે, મેં લખ્‍યું છે કે જે EVMનો હેતુ જલ્‍દી મતદાન કરવાનો હતો. પરંતુ ઘણી સમસ્‍યાઓ સામે આવી છે. EVMમાં ટેમ્‍પરિંગ થાય છે એટલે ડેવલપ દેશોએ છોડી દીધા. આવનારી ચૂંટણીમાં પેપર બેલેટ લગાવવામાં આવે તો પેપરટ્રેલ બધાં બૂથ અને મશીન પર લગાવવામાં આવે જેથી મતદાર વેરીફાઈ કરી શકે અને મતદારને હાશ થાય કે એણે જયાં મત નાંખ્‍યો છે ત્‍યાં પડ્‍યો છે.

લોકસભાનો કોઈ પણ વિસ્‍તાર કે પાર્ટી રિકાઉન્‍ટ માંગે તો પેપરટ્રેલની ગણતરી કરવી,જેથી લોકશાહી બચાવી શકાય. ઇલેક્‍શન કમિશન ઐતિહાસિક નિર્ણય લઈને સુપ્રીમ કોર્ટને આશ્વાસન આપે જેથી જરૂર લાગે એ જગ્‍યાએ પેપરટ્રેલનું કાઉન્‍ટ કરી શકાય અને પારદર્શિતા માટે મેં માંગણી કરી છે.

જો દૂધના ફેટનો ભાવ આ રીતે ઘટતો રહેશે તો પ્રાઇવેટ સેકટર આવીને કો-ઓપરેટિવ સેક્‍ટરને ખતમ કરી નાંખશે,તેથી મારી સરકારને વિનંતી છે કે MSP જાહેર કરે અને વ્‍હાઇટ રિવોલ્‍યુશનને બચાવે. ગુજરાતમાં ખેડૂત મરી રહ્યા છે, ગુજરાતમાં આશરે ૧૨ જેટલા ખેડૂતો આત્‍મહત્‍યા કરે છે, હું સરકારને વિનંતી કરું છું કે પ્‍લ્‍ભ્‍ કરીને ખેડૂતને છેતરે નહીં. સરકાર જેવી કોઈ વસ્‍તુ નથી અને સમગ્ર તંત્ર ખતમ થઈ ગયું હોય એવું લાગે છે જેથી પહેલાંથી પર્ચેઝિંગ સિસ્‍ટમ ડેવલપ કરવા પણ બાપુએ અંતમાં જણાવેલ.

 

(4:16 pm IST)
  • દાહોદ:દિલ્હી થી મુંબઈ નેશનલ હાઈવે કોરીડોરનો ઝાલોદના 16 ગામોના ખેડુતોએ વિરોધ કર્યો:પ્રાન્ત અધિકારીને આવેદનપત્ર આપવા ખેડૂતો પહોંચ્યા:પ્રાન્ત અધિકારી કચેરીમાં હાજર ન રહેતા ખેડુતો રોષે ભરાયા:રોષે ભરાયેલા ખેડુતો પ્રાન્ત કચેરીમાં ધસી આવ્યા:ખેડુતોએ કચેરીમાં ભારે સુત્રોચ્ચાર કર્યા access_time 3:04 pm IST

  • અમેરીકાએ સાઉદી પત્રકાર જમાલ ખાશોગીની હત્યામાં ભૂમિકા ભજવનાર ૧૭ સાઉદી અધિકારીઓ ઉપર આર્થિક પ્રતિબંધ લાઘ્યો સાઉદી અરબના પબ્લીક પ્રોશીકયુટરે આ મામલે ૫ સાઉદી અધિકારીઓને મોતની સજા આપવાની માંગણી કરી access_time 12:17 pm IST

  • આલોક વર્મા-રાકેશ આસ્‍થાના વિવાદ ઉપર સુપ્રીમમાં સુનાવણી access_time 12:56 pm IST