Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

લોટ્ટેએ હેવમોર આઈસ્ક્રીમ માટે અનિંદ્ય દત્તાને મેનેજીંગ ડાયરેકટર તરીકે નિયુકત કર્યા

અમદાવાદ : ભારતની અગ્રણી આઈસ્ક્રીમ બ્રાન્ડ અને દક્ષિણ કોરીયન સમૂહ લોટ્ટે કન્ફેકશનરીની સંપૂર્ણ માલિકીની સબસીડીયરી હેવમોરે તેના નવા મેનેજીંગ ડાયરેકટર તરીકે અનિંદ્ય દત્તાની નિયુકિતની જાહેરાત કરી છે. તેઓ ડિસેમ્બર ૨૦૧૭માં હેવમોર આઈસ્ક્રીમ લોટ્ટેએ હસ્તગત કર્યા પછી પ્રથમ એમડી છે.

અનિંદ્ય ભારતમાં વેપાર પહોંચ વિસ્તારવાના લોટ્ટેના ધ્યેયને આગળ લઈ જવા પર ભાર આપશે. તેમનો ધ્યેય વારસાનો લાભ લેવા સાથે હેવમોર આઈસ્ક્રીમ શ્રેણીમાં ધરાવે છે કે શ્રેણી નિપુણતા અને બ્રાન્ડ ઈકિવટીનો લાભ લેતા વેપારને રાષ્ટ્રીય આગેવાની સ્થાને ઝડપથી લઈ જવાનો અને બીજી બાજુ અન્ય શ્રેણીઓમાં મૂલ્યાંકન કરવાનો અને અદ્દભૂત વિસ્તાર કરવાનો રહેશે. અનિંદ્યને વેપાર ક્ષીતિજોમાં ખાદ્ય ઉદ્યોગમાં ૨૦ વર્ષનો આગેવાનીનો અનુભવ છે અને શ્રેણીઓમાં બેકરી, ડેરી અને કન્ફેકશનરીનો સમાવેશ થાય છે. હેવમોરમાં જોડાવા પૂર્વે તેઓ છેલ્લા ૧૭ વર્ષથી બ્રિટાનીયામાં સેલ્સ, માર્કેટીંગ, વ્યૂહરચના અને પીએન્ડએલ મેનેજમેન્ટમાં પ્રભાવ વધારવાની ભૂમિકામાં હતા. ભૂતકાળમાં બ્રિટાનિયામાં તેમણે ડેરી અને બ્રેડ વેપારમાં આગેવાની કરી હતી અને હાલમાં તેમણે ઈન્ટરનેશનલ બિઝનેસના વાઈસ પ્રેસીડેન્ટ તરીકે બ્રિટાનીયાના આંતરરાષ્ટ્રીય વિસ્તરણની આગેવાની કરી હતી.

(3:22 pm IST)
  • સાયલાનાં વાટાવચ્છ ગામનાં નર્સની હત્યા કરનાર શાંતુ કાઠી ર દિવસના રિમાન્ડ ઉપર : ફાંસીની સજા આપવા કોળી સમાજના આગેવાનોની માંગણી access_time 3:07 pm IST

  • ભાજપના ધુરંધર નેતા પુરૂષોતમ રૂપાલાનું વિવાદાસ્પદ નિવેદન : આંતરીક વિખવાદથી અમરેલીમાં ભાજપની હાર : અમરેલીમાં યોજાયેલ ભાજપ સ્નેહમિલન કાર્યક્રમમાં પુરૂષોતમ રૂપાલાએ કાર્યકરોનો ઉધળો લીધો : અમરેલીની પાંચ બેઠકો પર ભાજપની આંતરીક વિખવાદથી થયાનું જણાવ્યુ : માત્ર કામ કરવાથી મત નહિં મળતા હોવાનું અને ૧૯૯૫માં તથા ૨૦૦૧માં પાકવિમો અપાવ્યો છતાં મત નહિં મળ્યાની સ્ફોટક કબૂલાત રૂપાલાએ કરી access_time 5:43 pm IST

  • અમદાવાદમાં યુવતીને લગ્નની લાલચ આપી વેચવામાં આપી કૌભાંડ ઝડપાયુ : રાજસ્‍થાનના યુવકને રૂા. ૧.૧૦ લાખમાં યુવતીને વેચી દીધીઃ દલાલ સહિત ૮ થી વધુ શખ્‍શની ધરપકડ access_time 3:40 pm IST