Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

ડીએસપી મ્યુ. ફંડ દ્વારા ડીએસપી હેલ્થકેર ફંડ લોન્ચ : ૨૬મીએ બંધ

 અમદાવાદ : ડીએસપી ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્ર્સ પ્રા. લી. એ હેલ્થકેર અને ફાર્મા ક્ષેત્રમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ યોજના ડીએસપી હેલ્થકેર ફંડ લોન્ચ કર્યાની જાહેરાત કરી છે. આ ફંડ મુખ્યત્વે ફોરેન સિકયુરીટીઝમાં ફાળવણી કરતા અમુક પોર્ટફોલીયો સાથેની હેલ્થકેર અને ફાર્માસ્યુટીકલ કંપનીઓની ઈકિવટી અને ઈકિવટી સંબંધી સિકયુરીટીઝમાં રોકાણ કરશે એનએફઓ ૨૬ નવેમ્બરે બંધ થશે.

નવા ફંડના લોન્ચની જાહેરાત કરતાં ડીએસપી ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સના પ્રેસીડેન્ટ કલપેન પારેખે જણાવ્યું હતું કે ભારતીય હેલ્થકેર ક્ષેત્ર માટે આ રસપ્રદ ગણાય છે. નાણાકીય વર્ષ ૨૦૧૮માં નિરાશાજનક આવક વૃદ્ધિ છતાં ઘણી બધી કંપનીઓ પ્રગતિને પંથે છે અને આ હંગામી નિરાશાનો ઉકેલ લાવવાની સંભાવના ધરાવે છે. ભારતીય રોકાણકારો અસ્થિરતાને સાચવી લેવા માટે વૈશ્વિક ડાઈવર્સીફીકેશનના વધારાના તત્વ સાથે આ અવકાશમાં સંભાવનાનો લાભ લઈ શકે છે મને વિશ્વાસ છે કે આદિત્યનો વૈશ્વિક ક્ષેત્રનો અનુભવ અને વિનીતની હેલ્થકેર અને સ્મોલ તથા મીડ કેપ્સમાં નિપુણતા અવકાશમાં સંભાવનાને ઓળખવા અને તેનો લાભ લેવા માટે નોંધનીય લાભમાં રહી શકે છે.

(3:22 pm IST)