Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

વડોદરાથી વડતાલધામ સુધી સાગર સમર્પણ પદયાત્રાઃ અનેક ધર્મગ્રંથો ટાઇટેનિયમમાં કંડારાશે

વડોદરાથી વડતાલધામ સુધી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી નીકળેલ શાનદાર સાગર સમર્પણ પદયાત્રાની તસ્વીર.

રાજકોટ તા. ૧પ : કુંડળધામવાળા શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડળધામની પ્રેરણાથી શ્રી સ્વામીનારાયણ મંદિર કારેલીબાગ વડોદરાથી નિકળેલી શ્રી હરિચરીત્રામૃત સાગર સમર્પણ પદયાત્રા આજે સવારે વ્રજભૂમિ મોગરીથી નીકળી આણંદ પહોંચી આણંદના હરિભકતો દ્વારા ભવ્ય સ્વાગત પૂજન થયું હજારો હરિભકતો પ૦૦૦ જેટલા ભકતો આ પદયાત્રામાં જોડાયા છે. ૩ થી ૪ કીલો મીટર સુધીની લાંબી લાઇનમાં ભકતો શિસ્તબધ્ધ રીતે ચાલીને અનેરો લાભ લઇ રહ્યા છે.

આજે બપોરે આણંદથી નિકળી પદયાત્રા વડતાલ મુકામે સાંજે પ.૩૦ વાગે પહોંચશે.

વડતાલમાં ટેમ્પલ બોર્ડના ચેરમેન શ્રી દેવપ્રકાશસ્વામી તથા મંદિરના મુખ્ય કોઠારીશ્રી ઘનશ્યામ પ્રકાશદાસજીસ્વામી તથા આસીસ્ટન્ટ કોઠારી પૂ. સંત વલ્લભદાસજી સ્વામી વગેરે સંતો તથા ટ્રસ્ટી સભ્યો વગેરે ભકતો દ્વારા તથા વડતાલ પીઠાધિપતી આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી દ્વારા ભવ્ય સ્વાગત -પૂજન થશે.

સત્સંગ સભા યોજાઇ સભામાં પ.પૂ. સદ્દગુરૂશ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ ભકતોને સંબોધતા જણાવ્યું હતું કે આ ગ્રંથ અનેક જીવોના કલ્યાણ કરવા સમર્થ છે. વર્ષો પહેલા આપણા ભારત દેશના સાહિત્યને નષ્ટ કરવા અનેક તત્વોએ ખુબ જ પ્રયત્નો કર્યાં. ઘણું સાહિત્ય નષ્ટ કયુંર્ પરંતુ આજે હું આક્રાંતાઓને પડકાર કરું છું કે આવો આ ગ્રંથનો નષ્ટ કરી જુઓ.

આજે નવી જાહેરાત કરું છું કે હજુ આવા અનેક કલ્યાણકારી સદ્દગ્રંથો કાયમ હજારો વર્ષો સુધી સચવાય તે માટે ટાઇટેનિયમ ની ધાતુમાં કંડારવાયા છે.

(3:21 pm IST)
  • સાયલાનાં વાટાવચ્છ ગામનાં નર્સની હત્યા કરનાર શાંતુ કાઠી ર દિવસના રિમાન્ડ ઉપર : ફાંસીની સજા આપવા કોળી સમાજના આગેવાનોની માંગણી access_time 3:07 pm IST

  • વાવાઝોડું ગાજા આજે તામિલનાડુના કાંઠે ખાબકી રહ્યું હોવાનું હવામાનખાતાએ કહ્યું છે access_time 12:40 am IST

  • અમદાવાદમાં સાંસદ પરેશ રાવલે પ્રદેશ ભાજપ પર આડકતરો કટાક્ષ કર્યો : સાંસદ પરેશ રાવલે જણાવ્યું મોદી સાહેબને દેશ સોંપી જોઈએ અને મોદી સાહેબ ગુજરાતમાં પ્રવાસ કરવો પડે તે પ્રદેશ ભાજપ માટે અયોગ્ય : પ્રદેશ ભાજપે ગુજરાતને સાચવવુ જોઈએ access_time 5:43 pm IST