Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

ર૬૦ કરોડની છેતરપીંડીની તપાસ સીઆઇડીએ પરોઢ સુધી ચલાવીઃ ૩પ લાખ રોકડા - સોનું - ૧પ કોમ્પ્યુટર-કાર અને દસ્તાવેજો કબ્જે

૧૦૦ એજન્ટોની માયાજાળ ભેદવા આશિષ ભાટીયાને તપાસ સુપ્રત થયાના અકિલાના અહેવાલને સમર્થનઃ મુખ્ય એજન્ટો સુધી સીઆઇડી પહોંચી : વિનય શાહ દંપતીના વિવિધ બેંક ખાતાઓની સીઆઇડીની વિવિધ ટીમ દ્વારા તલાશીઓ : દેશભરના એરપોર્ટોને લુકઆઉટ નોટીસ આજ સાંજ સુધીમાં પહોંચી જશેઃ મૌખીક સુચનાઓ સીઆડી દ્વારા એરપોર્ટ ઓથોરીટીને અપાઇ ગઇઃ સીઆઇડી વડા ઇન્ટરપોલનો જરૂર જણાયે સંપર્ક કરશે

રાજકોટ, તા., ૧પઃ એકના અનેકગણા કરવાની લાલચ આપી ગુજરાતભરમાં એજન્ટોની માયાજાળ પાથરી ર૬૦ કરોડનું ફુલેકુ ફેરવી વિદેશ નાસી છુટેલા વિનય શાહ દંપતી સામેની તપાસ સુદ્રઢ થાય અને મૂળ સુધી પહોંચવા સાથે ૧૦૦ જેટલા એજન્ટોની માયાજાળ ભેદી શકાય તે માટે બીટ કોઇન્સ પ્રકરણમાં પારદર્શી તપાસ કરી મોટા માથાઓને જેલના સળીયા ગણતા કરાવનાર સીઆઇડી ક્રાઇમના વડા આશીષ ભાટીયાને આ તપાસ સુપ્રત કરવામાં આવ્યું હોવાના અકિલાના અહેવાલને સમર્થન મળ્યું છે. સીઆઇડી એક મુખ્ય એજન્ટ વાળા સહિત ઘણાની ઓળખ મેળવી લીધી છે. સીઆઇડી દ્વારા એજન્ટ વાળાના ઘરની જડતી લઇ  કેટલાક દસ્તાવેજો કબ્જે કરવા સાથે મોટી રકમ કબ્જે કરી છે.

દરમિયાન વિનય શાહની તમામ ઓફીસો તથા તેના હસ્તકના અન્ય બે મકાનો કે જેમાં ભાડુઆત રહે છે તે તમામની તલાશી સીઆઇડી દ્વારા કરવામાં આવી છે. વિનય શાહ દંપતીની માલીકીના એક ફલેટના તાળા તોડી સીઆઇડીએ સર્ચ કરતા ૩પ લાખ રૂપીયા રોકડ, સોનુ, ૧પ કોમ્પ્યુટર, લેપટોપ, મહત્વના દસ્તાવેજો કબજે કર્યા છે. કૌભાંડી દંપતીના બાકી રહેતા બેંક ખાતાઓની તલાશીઓ રાતભર ચાલુ રહી હતી. એક ફોર વ્હીલર અને બાઇક પણ સીઆઇડીએ કબ્જે કર્યા છે.

અમદાવાદ શહેર પોલીસના એક ટોચના અધિકારી સામે આક્ષેપ સાથે પત્રકારો ઉપર આરોપ મુકયા બાદ બદનક્ષીનો સામનો કરનાર આ દંપતી સામેની ફરીયાદોના ઢગલા થવાના હોય અને રાજય બહાર તપાસ કરી એરપોર્ટ પર લુકઆઉટ નોટીસ વિ.  કાઢવાની કાર્યવાહી સીઆઇડીએ ટુંકા સમયમાં જ હાથ ધરી હતી આમ  સ્થાનીક પોલીસને તપાસ સોંપ્યાના બે જ કલાકમાં લો એન્ડ ઓર્ડરના વડા સંજય શ્રીવાસ્તવની સહિથી આ તપાસનું સુકાન આશીષ ભાટીયાને સુપ્રત થતા જ સીઆઇડીની પસંદગીને સાર્થક ઠેરવી દીધી છે.

(1:45 pm IST)
  • ત્રણ વાઘ બાળ ટ્રેન નીચે કચડાય મર્યા:મહારાષ્ટ્રના જાનુના ના જંગલ માં ટ્રેન નીચે ૬ મહિનાથી પણ નાના 3 વાઘ બાળ કપાય જતા ભારે અરેરાટી પ્રસરી છે. access_time 12:42 am IST

  • દાહોદ:દિલ્હી થી મુંબઈ નેશનલ હાઈવે કોરીડોરનો ઝાલોદના 16 ગામોના ખેડુતોએ વિરોધ કર્યો:પ્રાન્ત અધિકારીને આવેદનપત્ર આપવા ખેડૂતો પહોંચ્યા:પ્રાન્ત અધિકારી કચેરીમાં હાજર ન રહેતા ખેડુતો રોષે ભરાયા:રોષે ભરાયેલા ખેડુતો પ્રાન્ત કચેરીમાં ધસી આવ્યા:ખેડુતોએ કચેરીમાં ભારે સુત્રોચ્ચાર કર્યા access_time 3:04 pm IST

  • સુરત:અડાજણ વિસ્તારમાં મનપા એસઆઈ પર હુમલો:કચરો નાખનાર મહિલાને કહેવા જતા મામલો બીચક્યો:મહિલાનો પુત્ર સળિયો લઈ એસઆઈને મારવા પહોંચ્યો:એસઆઈ પર હુમલો કરતા થયો બખેડો:મામલો અડાજણ પોલીસ મથકે પહોંચતા ફરિયાદ નોંધાઇ:પોલીસે હુમલાખોરની ધરપકડ કરી access_time 2:57 pm IST