Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

સરકાર પાા કરોડ કિલો ઘાસ ખરીદશે, જરૂર પડયે વધુ તાલુકા અછતગ્રસ્ત જાહેર કરાશે : કૌશિક પટેલ

આવતા ચોમાસા સુધીનું ઘાસ, પાણી, રોજગારીનું આયોજન : મહેસુલમંત્રીની અકિલા સાથે વાતચીત

રાજકોટ, તા. ૧૬ :. રાજ્ય સરકાર દ્વારા કેટલાક જિલ્લાઓની અછતની પરિસ્થિતિને અનુલક્ષીને આવતા ચોમાસા સુધીનું ઘાસ, પીવાનું પાણી અને રોજગારીનું આયોજન થઈ રહ્યાનું મહેસુલ મંત્રી શ્રી કૌશિક પટેલે જણાવ્યુ હતું.

શ્રી કૌશિક પટેલે આજે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, ૧૧ જિલ્લાઓના ૫૧ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરી સરકારી કામગીરીનું આયોજન કરવામાં આવ્યુ છે. હજુ બીજા કેટલાક તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગણી આવી છે. રાહત કમિશનર કચેરીને આ બાબતે અભ્યાસ કરી અહેવાલ આપવા જણાવાયુ છે. જ્યાં જરૂર જણાય ત્યાં વધુ કેટલાક તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરી સરકારી સહાયનો લાભ આપવામાં આવશે. મહારાષ્ટ્ર તરફથી ઘાસ મંગાવવામાં આવી રહ્યુ છે. સાડા પાંચ કરોડ કિલો ઘાસ માટેના ટેન્ડરો બહાર પડી ગયા છે. અછતને અનુલક્ષીને વર્ષમાં ૧૦૦ના બદલે ૧૫૦ દિવસ રોજગારી અપાશે. કેન્દ્ર સરકારને સહાય માટેનું આવેદન આપી દેવામાં આવ્યુ છે. હવે પછી કેન્દ્રની ટીમ ગુજરાતમાં આવશે.

(12:23 pm IST)