Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

ભાજપ માટે રામમંદિર માત્ર વોટબેન્‍ક; ૧રપ કરોડ ભારતીયોના નામ ‘‘રામ'' રાખી દેવા જોઇએઃ હાર્દિક પટેલ

દેશમા ગંભીર પ્રશ્નો છેત્‍યારે ભાજપ સરકાર નામ બદલવાયા અને પ્રતિમા બનાવવામાં વ્‍યસ્‍ત

ગાંધીનગર તા. ૧૬ : ભાજપ વોટબેન્‍ક છે એમ જણાવતા પાટીદાર અનામત આંદોલનના અગ્રણી હાર્દિક પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્‍યું હતું કે, ફકત શહેરોના નામ બદલીને દેશને સોનાની ચિડિયા બનાવી શકતો હોય તો દેશની ૧રપ કરોડની જનતાનું નામ બદલીને રામ રાખી દેવું જોઇએ. પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) ના અગ્રણી નેતા હાર્દિક પટેલ ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા કલ્‍કી મહોત્‍સવમાં હાજરી આપવા માટેપહોચ્‍યો હતો. ત્‍યાં હાર્દિક પટેલ દેશના શહેરોના નામ બદલવાનીશરૂ થયેલી ઝુંબેશ પર ટિપ્‍પણી કરી હતી. યુપીમાં હાર્દિકે કહ્યું હતું કે અહીં બેરોજગારી મોટા પ્રમાણમાં છે, જેના કારણે યુવાધન ભટકી રહ્યું છે.

ફૈઝાબાદનું નામ અયોધ્‍યા અને અમદાવાનું નામ કર્ણાવતી કરવાની જાહેરાત અંગે પૂછાયેલા સવાલના જવાબમાં હાર્દિકે જણાવ્‍યું કે, ‘‘જો આ દેશને ફકત શહેરોના નામ બદલીને સોનાની ચીડિયા બનાવી શકાતો હોય તો હું માનું છું કે દેશની ૧રપ કરોડ જનતાનું નામ બદલીને રામ રાખી દેવું જોઇએ. આ દેશમાં બેરોજગારી અને ખેડુતોના મોટા અને ગંભીર પ્રશ્નો છે તેને હલ કરવાને બદલે આપણે નામ બદલવામાં અને પ્રતિમાઓ બનાવવામાં લાગ્‍યા છીએ.'' હાર્દિક પત્રકારો સાથે વાતચીતમાં વધુ પ્રહારો કરતા કહ્યું કે, ‘‘ઉત્તર પ્રદેશમાં ભાજપ વોટબેંક માટે રામ મંદિર છે અને આયોધ્‍યામાં કે જયાં રામનો જન્‍મ થયો હતો ત્‍યાં જ મંદિર નથી બનાવી શકાયું. આ મામલે ભાજપ જાણી જોઇને રાજકારણ કરે છે. ભાજપ રાફેલ, આરબીઆઇ જેવા મુદા પરથી ધ્‍યાન હટાવવા માટે રામ મંદિરનો મુદ્દો ઉછાળી રહ્યું છે. ભાજપ અને આરએસએસ દેશનો માહોલ ખરાબ કરી રહ્યું છે, આ યોગ્‍ય નથી. મુદ્દાઓને ભટકાવવા માટે જગ્‍યાઓના નામ બદલવામાં આવી રહ્યા છે.''

(11:56 am IST)