Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

કાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દિલ્હીમાં:વાયબ્રન્ટ ગ્લોબલ સમીટ અંગે રોડ શો :વેપાર-ઊદ્યોગ અગ્રણીઓ સાથે બેઠકો યોજશે

 

અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કાલે શુક્રવાર તા ૧૬મીએ નવી દિલ્હીની હોટલ તાજ પેલેસમાં સવારે થી દરમ્યાન ઊદ્યોગ-વેપાર જગતના વરિષ્ઠ સંચાલકોઅગ્રણીઓ સાથે વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯ સંદર્ભે બેઠકો યોજશે

 વિજયભાઇ રૂપાણી આગામી વાયબ્રન્ટ સમિટની વિશેષતાઓ સાથો સાથ ગુજરાતની વૈશ્વિક ફલક પર વિકસી રહેલી બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશનની પ્રતિભા સંદર્ભમાં ઊદ્યોગ-વેપાર અગ્રણીઓ સમક્ષ વિશદ વિચાર-વિમર્શ, રોડ-શૉ અને વન-ટુ-વન બેઠકમાં કરવાના છે

 મુખ્યમંત્રી વિવિધ રાષ્ટ્રોના નવી દિલ્હી સ્થિત રાજદૂતો-ડિપ્લોમેટ્સને પણ શુક્રવારે સાંજે મળશે અને વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ-ર૦૧૯ વિષયક પ્રસ્તુતિ કર્ટન રેઇઝર તહેત કરશે
બેઠકોમાં ભારત સરકારના વિદેશ, ઊદ્યોગ તથા અન્ય મંત્રાલયોના વરિષ્ઠ સચિવો મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, મુખ્યમંત્રી મુખ્ય અગ્ર સચિવ  કૈલાસનાથન, અગ્ર સચિવ. એમ. કે. દાસ, સચિવ અશ્વિનીકુમાર, ઊદ્યોગ કમિશનર શ્રીમતી મમતા વર્મા અને ગુજરાત સરકારના સંબંધિત ઉચ્ચ અધિકારીઓ પણ જોડાશે. મુખ્યમંત્રી શુક્રવારે મોડી રાત્રે ગાંધીનગર પરત આવશે.

(12:51 am IST)