Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

દાહોદના મીરાખેડી ગામે ત્રણ બાઈક અને કાર વચ્ચે અકસ્માત:એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત : 9 ઘાયલ

એક બાઈક કારની અંદર ઘુસ્યું;બીજું સાઈડમાં ફેકાયું અને ત્રીજું થાંભલામાં ઘુસી ગયું

દાહોદના મીરાખેડી ગામ પાસે ત્રણ બાઈક અને એક કાર વચ્ચે થયેલા વિચિત્ર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે જયારે નવ લોપકોને ઇજા પહોંચી છે જેમાં  ગંભીર રીતે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 

  દાહોદના મીરાખેડી ગામની નજીક સડક ઉપર એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ બાઈક અને એક કાર સામ-સામા વિચિત્ર રીતે અથડાયા હતા. એક બાઈક કારના અંદર ઘુસી ગયું હતું. જ્યારે એક બાઈક સડકની સાઈડ પર ફેંકાઈ ગયું હતું અને ત્રીજું એક બાઈક સડક પર ફીટ કરાયેલા એક નાના થાંભલામાં ઘુસી ગયું હતું.

(11:15 pm IST)