Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

સુરતમાં દીપિકાને લગ્નની શુભેચ્છા પાઠવવા ખાસ તૈયાર કરી રંગોળી: કરણ જરીવાલાએ આગવી કલાના દર્શન કરાવ્યા

વેડિંગ કાર્ડની થીમ પરરંગોળી બનાવતા 90 કલાકનો સમય લાગ્યો

સુરત :દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નના બંધનમાં બંધાયા છે ત્યારે દીપિકાના એક ડાય હાર્ડ ફેન એવા કરણ જરીવાલાએ પોતાની ફેવરિટ હિરોઈનને લગ્નની શુભેચ્છા પાઠવવા માટે રંગોળી બનાવી છે. જે રણવીર-દીપિકાના વેડિંગ કાર્ડની થીમ પર બનાવવામાં આવી છે.

 

વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવત સમયે ખાસ રંગોળી બનાવીને ચર્ચામાં આવનાર કલાકાર કરણ જરીવાલા ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.

આ વખતે તેણે પોતાની આ ફેવરિટ અભિનેત્રી દીપિકાને તેના લગ્નની શુભકામના પાઠવવા માટે ખાસ રંગોળી તૈયાર કરી છે. અત્યારે બોલિવૂડમાં જેની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે તેવા રનવીર અને દીપિકા પાદુકોણને સૌ કોઈ લગ્નની શુભેચ્છા પાઠવી રહ્યા છે. ત્યારે સુરતમાં રહેતા દીપિકાના ચાહક એવા કરણ જરીવાલાએ પોતાની આગળી કળા સાથે શુભેચ્છાઓ પાઠવી છે. કરણે દીપિકા અને રણવીરના વેડિંગ કાર્ડની થીમ પર ભવ્ય રંગોળી બનાવી હતી. આ રંગોળીને બનાવવા 90 કલાકનો સમય લાગ્યો હતો.

(9:45 pm IST)