Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

અમદાવાદના પ્રવાસીઓની બસને સાપુતારા નજીક અકસ્માત : બ્રેક ફેઈલ થતા ઝાડ સાથે અથડાઈ :બે લોકોના મોત :ત્રણ ગંભીર

સાપુતારાના ઘાટ પાસે બસ ઝાડ સાથે ટકરાતા 10 લોકોને ઇજા

અમદાવાદથી સાપુતારા આવેલા પ્રવાસીઓની બસને અકસ્માત નડ્યો છે. સાપુતારાનો ઘાટ ઉતરતી વખતે બસની બ્રેક ફેઈલ થઈ જતાં બસ ઝાડ સાથે ભટકાયી હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા હતા જયારે 10 લોકોને ઇજા પહોંચી હતી જેમાં ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

શનિદેવ અને શીરડીના દર્શન કરીને અમદાવાદનાં પ્રવાસીઓની બસ સાપુતારા તરફ આવી રહી હતી. ત્યારે ઘાટ પરથી પસાર થતાં 11 વાગ્યાના અસરામાં બસની બ્રેક ફેઈલ થઈ જતા બસ વૃક્ષ સાથે ધડાકાભેર અથડાયી હતી. અકસ્માતને પગલે કંડકટર સાઈડમાં બેસેલા બે પ્રવાસીઓના ઘટના સ્થળે જ મોત નિપજયાં હતાં. બસમાં સવાર 50 પ્રવાસીઓ પૈકી 10 જેટલા લોકોને ઈજા પહોંચી હતી. 10 ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે પૈકી 3 લોકોની હાલત ગંભીર જણાતા તેમને બીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હોવાનું સ્થાનિક સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

ઈજાગ્રસ્તોની યાદી

દિનેશ સળુ અંસારી

પ્રવિણ દલપત ચાવડા

અશોક હેમંત ચાવડા

આરતી હરીશ ચાવડા

રાણી બલરામ ઉડાવાર

મહેશ લિંબા મહા

રમેશ દલા રાઠોડ

ચંદ્રીકા પ્રવિણ ચાવડા

સુશીલા અશોક ચાવડા

(9:27 pm IST)
  • જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી કિરિટ જોશીની હત્યાનો મામલો:કિરીટ જોશી હત્યા કેસની તપાસ CID ક્રાઇમને સોંપાઇ:હત્યાનો મુખ્ય સુત્રધાર ભૂમાફિયા જયેશ પટેલ હજુ પણ ફરાર : જાણીતા ધારાશાસ્ત્રીની સરાજાહેર કરવામાં આવી હતી ક્રુર હત્યા:આવતીકાલથી CID ક્રાઈમની ટીમ હત્યાની શરૂ કરશે તપાસ access_time 2:56 pm IST

  • ઉપલેટા ટ્રેન હડફેટે આવી જતા અજાણ્યા વૃદ્ધનું મોત:ઉપલેટાના ડુમીયાણી ગામ અને સુપેડી ગામ વચ્ચેનો બનાવ: ૭૦ વર્ષીય આસપાસની ઉંમરના લાગતા અને ચોરણી-કડિયું પહેરેલ અજાણ્યા વૃદ્ધનું ટ્રેન અકસ્માતમાં મોત:રેલવે સ્ટાફ દ્વારા ઉપલેટા રેલવે સ્ટેશને મૃતદેહ લઈ આવ્યા બાદ PM માટે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડાયો: પોલીસ દ્વારા તપાસ ચાલુ access_time 12:21 am IST

  • સાયલાનાં વાટાવચ્છ ગામનાં નર્સની હત્યા કરનાર શાંતુ કાઠી ર દિવસના રિમાન્ડ ઉપર : ફાંસીની સજા આપવા કોળી સમાજના આગેવાનોની માંગણી access_time 3:07 pm IST