Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

રાજપીપળા કાછીયાવાડ વિસ્તાર ના રહીશો દ્વારા રાવણ દહન અગિયારસના દિવસે કરાય છે: આજે રાવણ દહન કરાયું

કાછીયા સમાજ દ્વારા 10 ફૂટ ઉચો રાવણ બનાવી આજે શોભાયાત્રા કાઢી મોડી સાંજે તેને અગ્નિદાહ આપવામાં આવ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા  : આસુરી શક્તિ ઉપર સત્યની વિજયના ઉત્સવ એટલે દશેરા અને જેની ઉજવણી પુરા ભારતમાં કરવામાં આવે છે. આમ તો દશેરાના દિવસે રાવણનો વધ રામ ભગવાને કર્યો, એટલે દશેરાના દિવસે તમામ જગ્યાઓ પર રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવે છે. દશેરાના દિવસે ઠેર ઠેર રાવણ દહન કરવામાં આવે છે, જયારે નર્મદાના રાજપીપળા શહેરમાં વર્ષોથી રાવણ દહન દશેરાના દિવસે નહિ પણ અગિયારસના દિવસે કરવામાં આવે છે, રાજપીપળાના કાછીયા સમાજ દ્વારા આશરે 10 ફૂટ ઉચો રાવણ બનાવવામાં આવ્યો જેમનું માનવું છે કે દશેરાના દિવસે રાવણનો રામ ભગવાને વધ કર્યો હોય હિંદુ સસ્ત્રોક્ત વિધી મુજબ રાત્રીના અગ્નિદાહ અપાય નહિ જેને કારણે રાજપીપળામાં કાછીયાવાડ સમાજ દ્વારા દર વર્ષે  અગિયારસના દિવસેજ રાવણ દહન કરવામાં આવે છે, આજરોજ કાછીયા સમાજ દ્વારા રાવણની વાજતે ગાજતે ગરબાની રમઝટ સાથે ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી હતી

(9:58 pm IST)