Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

દેશની પ્રથમ મહિલાઓ માટેના ઝાંસી ઓટીટી પ્લેટફોર્મનું લોકાર્પણ

રાજ્ય મહિલા આયોગ ચેરમેન લીલાબેન અંકોલિયાના હસ્તે એપનું લોકાર્પણ

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : ભારતના સર્વ પ્રથમ મહિલાઓ માટેના ઓટીટી પ્લેટફોર્મ ઝાંસીનું અમદાવાદ ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું. રાજ્ય મહિલા આયોગ ચેરમેન લીલાબેન અંકોલિયાના હસ્તે ઝાંસી ઓટીટીને ગુગલ પ્લે સ્ટોર પર ખૂલ્લી મૂકવામાં આવી હતી. ઝાંસી ઓટીટી પ્લેટફોર્મની સાથે તેના થીમ સોંગ અને નવીન ઓફિસનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જાણીતા લોકગાયક અલ્પા પટેલના કંઠે ગવાયેલા થીમ સોંગને ભાજપ પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા દિપીકા સરડવાએ લોકસમક્ષ મૂક્યું હતું. જ્યારે ઓફિસને રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞિકે ખુલ્લી મૂકી હતી.દશેરાએ નવદૂર્ગાના હસ્તે દીપ પ્રજ્વલિતથી શરૂઆત
અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસેના પહેલ કોમ્પ્લેક્સ ખાતે ઝાંસી ઓટીટીની ઓફિસ ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમની શરૂઆત નવ દૂર્ગા સમાન મહિલાના હસ્તે શરૂ કરાયો હતો. રાજ્ય મહિલા આયોગ લીલાબેન અંકોલિયા, ભાજપ પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ દિપીકા સરડવા, પ્રોફેસર તથા ડોક્ટર અમી બેન ઉપાધ્યાય, ડો. જાનકી બાવીસી, ડો. અર્ચના શાહ, એજ્યુકેશનલિસ્ટ શ્રીમતી ઉષા અગ્રવાલ, ભાજપ મહિલા મોરચા પ્રદેશ મંત્રી નીપાબેન પટેલ, અભિનેત્રી ખુશી શાહ, લોકગાયિકા અલ્પા પટેલ, મોટિવેશ્નલ સ્પીકર નેહલબેન ગઢવીના હસ્તે દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યું હતું.
સંઘર્ષને પરાજિત કરવા ઝાંસી એપ બનશે એક પગથિયું- લીલાબેન અંકોલિયા
રાજ્યમાં આજદીન સુધી મહિલા આયોગ દ્વારા છેલ્લા 12 વર્ષમાં 57 હજાર બહેનોને મદદ કરી છે. જીવનમાં આજે ઘણી સ્ત્રીઓ સંઘર્ષમાંથી પસાર થઇને એક મૂકામ સુધી પહોંચી છે. ઝાંસીના સીઇઓ જીજ્ઞા રાજગોર જોશીને અનેક અભિનંદન કે તેમણે મહિલાઓના ઉત્થાન માટે આ એપ્લિકેશનનું પગથિયું આપ્યું. મને આશા છે કે ઝાંસી ઓટીટી પ્લેટફોર્મના માધ્યમથી ઘણી બહેનો પ્રેરણા લઇને જીવનના સંઘર્ષમાં જીત મેળવીને એક નવું જીવન બનાવે.  લીલાબેન અંકોલિયા, અધ્યક્ષા, રાજ્ય મહિલા આયોગ
એક સ્ત્રી, સ્ત્રીની વાત લઇને આવી એટલે ઝાંસી એપ
જાણતી મોટેવેશ્નલ સ્પીકર નેહલબેન ગઢવીએ પણ ઝાંસી એપ્લિકેશનના લોન્ચિંગ પ્રસંગે હાજરી આપી હતી, તેમણે જણાવ્યું હતું કે સ્ત્રી માટે અનેક એવી એપ્લિકેશન છે જેમાં માત્ર બ્યુટિફિકેશનને લગતી વાતો કરવામાં આવે છે, જોકે એક સ્ત્રી, સ્ત્રી માટેનો અવાજ બને તેવી કોઇ એપ હતી નહીં. એક સંબંધમાં જ્યારે વિખવાદ પડે ત્યારે શું કરવું ? તમારા મનમાં મૂંઝારો થાય ત્યારે શું કરવું ? સામાન્ય રીતે એવું લોકો વિચારે છે કે સ્ત્રીઓને વિચાર સાથે સંબંધ નથી અને અહીં એનો જ આનંદ છે કે ઝાંસી એપ્લિકેશન પર તેના નિવારણ પર જ વધારે પ્રાધાન્ય અપાયું છે. નેહલ બેન ગઢવી, મોટિવેશ્નલ સ્પીકર
ઝાંસી એપ એટલે ખરા અર્થમાં સ્ત્રી સશક્તિકરણ તરફનો અવાજ – અમીબેન યાજ્ઞિક
રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞિકે જણાવ્યું હતું કે મહિલામાં આ પ્રકારની એપ્લિકેશનની રાહ જોવાઇ રહી હતી. ઘણી મહિલાઓને આમાંથી શીખવા મળશે. આ એપના માધ્યમથી ઘણી મહિલાઓ સશક્ત બનશે અને એક સશક્ત મહિલા દ્વારા જ જ્યારે એપ્લિકેશન અવાજ સ્વરૂપે આવી છે ત્યારે અનેક શુભેચ્ચા સમગ્ર ટીમને. અમીબેન યાજ્ઞિક, રાજ્યસભા સાંસદ

(6:39 pm IST)