Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

વડોદરામાં મોડીરાત્રે ગરબા રમી પરત ફરતા યુવાનને ટ્રકચાલકે હડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરા : મોડીરાતે ગરબામાંથી પરત આવતા ૧૯ વર્ષના યુવાનને કારેલીબાગ માણેકપાર્ક સર્કલ પાસે એક ટ્રકચાલકે ટક્કર મારતા તેને ગંભીર ઇજા થઇ હતી.અકસ્માત બાદ ટ્રકચાલક પોતાની ટ્રક સ્થળ પર જ છોડીને ભાગી ગયો હતો.હરણી પોલીસે ટ્રક  કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,વાઘોડિયારોડ બાપોદ પાસે વાઘેશ્વરી સોસાયટીમાં રહેતા લક્ષ્મીપ્રસાદ કનોજીયા ખારીસીંગ ચણાનો વેપાર કરે છે.તેમનો ૧૯ વર્ષનો  પુત્ર રિષભ  પિતાને ધંધામાં મદદ કરે છે.ગઇકાલે ગરબામાં જઉં છું.મોડું થશે તેવું કહીને તે ઘરેથી મોપેડ લઇને નીકળ્યો હતો.રાતે ત્રણ વાગ્યે કારેલીબાગ માણેકપાર્ક સર્કલ પાસે એક ટ્રકચાલકે તેના મોપેડને ટક્કર મારતા તે રોડ પર ફંગોળાયો હતો.માથા અને પેટના ભાગે ગંભીર ઇજા થતા તેનું મોત થયુ હતુ.અકસ્માતના પગલે ટ્રકચાલક સ્થળ  પર જ ટ્રક છોડીને ભાગી ગયો હતો. બનાવની જાણ હરણી પોલીસને કરવામાં આવતા એ.એસ.આઇ.જ્યંતિભાઇએ સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી.ટ્રક છોડીને ફરાર થઇ  જનાર ડ્રાયવરની પોલીસે શોધખોળ  હાથ ધરી છે.આ ટ્રક ઇંટોના ભઠ્ઠા પર ફરતી હતી.અને રાતે ભઠ્ઠા પર ઇૅટો  ભરવા જતા સમયે અકસ્માત સર્જાયો હતો.

(5:49 pm IST)