Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

વડોદરાના વારસિયા વીમા દવાખાના નજીક પરિવાર ગરબા રમવા જતા ઘરના મોભીએ જીવનલીલા સંકેલી લીધી

વડોદરા : વારસિયા વીમા દવાખાના પાસે રહેતો પરિવાર મહોલ્લામાં ગરબા જોવા ગયો હતો.તે સમયે  ઘરના મોભીએ મકાનનો દરવાજો અંદરથી બંધ કરીને ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.જે અંગે વારસિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,વારસિયા વીમા દવાખાના પાસે રહેતા વિજય બાબુભાઇ રાજપૂત છૂટક મજૂરી કરે છે.ગતરાતે તેમના પત્ની અને ત્રણ સંતાનો ઘરની નજીકમાં ગરબા જોવા ગયા હતા.

રાતે તેઓ ગરબામાંથી પરત આવ્યા ત્યારે મકાનનો દરવાજો અંદરથી બંધ હતો.વિજયભાઇની પત્નીએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.અને દરવાજો તોડી નાંખ્યો હતો.મકાનમાં અંદર જોયુ તો વિજયભાઇએ ફાંસો ખાઇ લીધો હતો.જે અંગે વારસિયા પોલીસને જાણ કરવામાં આવતા  હે.કો.હરિવદનભાઇએ  સ્થળ  પર જઇને તપાસ  હાથ ધરી હતી.પરંતુ,આપઘાતનું કોઇ  કારણ  જાણવા મળ્યુ નહતું.પોલીસને સ્થળ પરથી  કોઇ ચિઠ્ઠી પણ મળી નહતી.વિજયભાઇ પાસે મોબાઇલ ફોન નહતો.ગઇકાલે જ તેમનો પુત્ર નવો મોબાઇલ ફોન પિતા માટે લાવ્યો હતો.

(5:48 pm IST)