Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

વડોદરાના માંજલપુર વિસ્તારમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડી હોટલના ત્રણ કર્મચારીઓને ઝડપી પાડયા

વડોદરા: શહેરના માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે આવેલી બ્લ્યુ લગુન હોટેલમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડી હોટલ ના જ ત્રણ કર્મચારીઓને ઝડપી પાડી દારૂની બોટલ અને મોબાઇલ ફોન મળી 30 હજાર ઉપરાંતની મત્તા કબજે કરી હતી

માંજલપુર પોલીસ મથકના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, એસ એસ નગરની બાજુમાં આવેલી બ્લુ લગુન  હોટલના રૂમ નંબર 415 માં દારૂની મહેફિલ યોજાવાની છે. જેના આધારે પોલીસે ઉપરોકત સ્થળે દરોડો પાડી ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં રાજ રાજા સેકર ,પ્રદીપ.વી.પી અને હરિબાબુ દિલ્હીમોહન (ત્રણેવ હાલ રહે - બલ્યુ લગુન હોટેલ, તુલસીધામ ચાર રસ્તા પાસે, વડોદરા/ મૂળ રહે- ચૈનાઈ ) હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે રૂમમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ, બે ખાલી બોટલ તથા 3 મોબાઇલ ફોન મળી કુલ 30,700ની મતા કબ્જે કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં તહેવારની ઉજવણી સંદર્ભે આ મહેફિલ યોજી હોવાની આરોપીઓએ કબૂલાત કરી હતી. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

(5:45 pm IST)