Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

સુરતના ડિંડોલી વિસ્તારમાં હનીટ્રેપમાં જામીન પર છૂટેલા યુવાન પર ચપ્પુથી જીવલેણ હુમલો કરવામાં આવતા પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

સુરત, : સુરતના ડિંડોલી જયજલારામનગર સોસાયટીના પાછળના ભાગે ગુરુવારે મધરાત બાદ હનીટ્રેપમાં જામીન પર છૂટેલા યુવાન અને દુષ્કર્મના ગુનામાં જામીન પર છૂટેલા યુવાન જેલમાં સાથે હતા તે અંગેની વાત કરતા હતા ત્યારે અચાનક ઝઘડો થતા દુષ્કર્મના ગુનામાં જામીન પર છૂટેલા યુવાન અને મિત્રએ હનીટ્રેપમાં જામીન પર છૂટેલા યુવાનને ચપ્પુના 15 ઘા ઝીંકી રહેંસી નાંખ્યો હતો. મૃતક યુવાનને બચાવવા ગયેલા મિત્ર પર પણ બંનેએ જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ જલગાંવનો વતની અને સુરતમાં ડિંડોલી ખરવાસા રોડ જયજલારામનગર સોસાયટી ઘર નં.215 માં રહેતો તેમજ ઉધનામાં ડ્રેસ મટીરીયલના કારખાનામાં નોકરી કરતો ગણેશ રાજેન્દ્રભાઇ કુમાવત ( ઉ.વ.25 ) ગતરાત્રે ડિંડોલી પોલીસ મથકમાં હનીટ્રેપના ગુનામાં અગાઉ ઝડપાયેલા અને હાલ જામીન પર છૂટેલા મિત્ર સુજીત ઉર્ફે સોનુ છપરી પ્રજાપતિ ( ઉ.વ.28, રહે.શ્રી લક્ષ્મી રેસિડન્સી, ડિંડોલી, સુરત ) સાથે ગતરાત્રે ઘર નજીક ગરબા રમી, નાસ્તો અને આઈસ્ક્રીમ ખાઈ એક વાગ્યે સોસાયટીની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં સોનુની એક્ટીવા પાસે ઉભા રહી વાત કરતા હતા ત્યારે ત્યાંથી થોડે દૂર ગણેશની જ સોસાયટીના ઘર નં.270 માં રહેતો સાહિલ પ્રદીપભાઈ બોકડે તેના મિત્ર ગુરુપ્રીતસિંગ ઉર્ફે અમન પાજી ( રહે.પરવત પાટીયા, સુરત ) સાથે ઉભો રહી વાત કરતો હતો.

(5:43 pm IST)