Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

ઉમરવા બીટના જંગલ વિસ્તારમાંથી વન વિભાગ ગોરા રેન્જની ટીમે 45000ના ખેરના લાકડા ઝડપી પાડ્યા

ટિમ જંગલ રાઉન્ડમાં હતી એ સમયે અવાજ આવતા 5,6 વ્યક્તિઓને જોતા પીછો કર્યો પરંતુ વન વિભાગની ટિમ પર પથ્થરમારો કરી નાસી છૂટ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ખેરના કિંમતી લાકડાની તસ્કરીની ઘટના વારંવાર સામે આવે છે માટે વન વિભાગની ટીમે આ માટે સતત સજાગ રહી કડક રાત્રી પેટ્રોલિંગ પણ કરે છે જેમાં ગતરાત્રે ગોરા  રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિરેન્દ્રસિંહજી ઘરીયા ની સૂચના મુજબ રાઉન્ડ ફોરેસ્ટર પ્રકાશભાઇ તડવી, બીટગાર્ડ વી.કે.તડવીને જંગલ ફેરણા વખતે અવાજ આવતા તેઓ ત્યાં ગયેલ તે દરમ્યાન પાંચ છ વ્યક્તિઓને જોઇ જતા તેમણે વન વિભાગ ટિમ પર પથ્થરમારો કર્યો જેમાં સદનસીબે બન્નેનો બચાવ થતા તેમણે બહાર આવી RFO ને ફોન કરતા તેઓ સ્ટાફ સહિત સ્થળ પર દોડી આવ્યા હતા અને રાત્રે લગભગ ૧૧:૪૫ કલાકે ગુનેગારોની તપાસ કરતા તેઓ  અંધારાનો લાભ લઇ કોતર અને ડુંગરાળ વિસ્તારમાં ભાગી જવામાં સફળ રહ્યા હતા જેથી વન વિભાગની ટીમે 45000નો ખેરના લાકડાનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે.

(10:05 pm IST)