Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

સુરત મનપા દ્વારા લારી ઉઠાવી જતા શાકભાજી અને ફ્રૂટ વિક્રેતાઓએ અર્ધનગ્ન થઈ કર્યો વિરોધ

આ પ્રકારની કામગીરી બંધ કરવામાં નહીં આવે તો તેમની પાસે પહેરવા માટે પણ કપડા નહીં બચે.: લારીવાળાનો રોષ

સુરત : મહાનગરપાલિકા દ્વારા રસ્તા પર શાકભાજી કે ફ્રુટની લારીઓ લઈને વેપાર કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે પુણામાં દબાણ ખાતા દ્વારા થતી આ કાર્યવાહી સામે શાકભાજી વિક્રેતાએ વિરોધ નોંધાવ્યો હતો. પૂણા વિસ્તારમાં આવેલા સીતાનગર ચોક ખાતે શાકભાજી સહિતની લારીઓ પર ધંધો કરતા વેપારીઓએ શર્ટ કાઢી અર્ધનગ્ન થઈને વિરોધ નોંધાવ્યો હતો. શાકભાજી વેપારી આક્ષેપ કર્યો હતો કે પાલિકા દ્વારા કરાતી દંડની કાર્યવાહીના કારણે સામાન્ય લોકોનું શોષણ થાય છે અને જો તેઓ દ્વારા આ પ્રકારની કામગીરી બંધ કરવામાં નહીં આવે તો તેમની પાસે પહેરવા માટે પણ કપડા નહીં બચે.

સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતા દ્વારા રસ્તા પર વેચાણ કરતી લારીઓ ઉઠાવી તેની સામે દંડની કાર્યવાહી કરે છે જેની સામે વિરોધનો વંટોળ ઊભો થાય છે, ત્યારે પુણામાં પાલિકાના અધિકારીઓ દ્વારા લારીઓ ઉઠાવી જતા શાકભાજી વેચતા વિક્રેતાઓએ અર્ધનગ્ન થઈને હોબાળો મચાવ્યો હતો. પુણા વિસ્તારમાં આવે આવેલા સીતાનગર ચોક ખાતે શાકભાજીના ફ્રુટની લારીઓ ચલાવી ઘણા લોકો રોજીરોટી મેળવે છે ઝઘડાને લઇને તેઓ ધંધો મંદો પડી ગયો છે અને પરિવારનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બની ગયું છે.

(5:52 pm IST)