Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

હવે અભણ પણ કઢાવી શકશે ડ્રાઇવિંગ લાયસન્સ સરકારે ધો-8 પાસ ફરજિયાતનો નિયમ રદ કર્યો

કેન્દ્ર સરકારે ઉક્ત નિયમ રદ કરતા રાજ્ય સરકારે પણ તેનું અનુસરણ કર્યું

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સને લઇને મહત્વનો નિર્ણય કરાયો છે વાહન વ્યાવહાર કમિશનરની કચેરી, ગાંધીનગર દ્વારા  નોટિફીકેશન મારફતે ટ્રાન્સપોર્ટ વાહનચાલકો માટે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વાહન ચાલકનાં ડ્રાઇવિંગ લાઇસન્સનાં નિયમોને હળવા કર્યા છે આ  પૂર્વે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે ઘોરણ - 8 પાસ ફરજીયાત હતું તે નિયમને રદ કરી દેવામાં આવ્યો છે. ધો.8 પાસ જ લાયસન્સ મેળવી શકશે તે નિયમ રદ્દ કરવામાં આવતા હવે કોઈ પણ વ્યક્તિ અન્ય શરતોને આધિન વાહનનું લાયસન્સ મેળવી શક્શે

            કેન્દ્ર સરકાર દ્વારા ઉપરોક્ત નિયમ રદ કરવામાં આવતા રાજ્ય સરકાર દ્રારા તેના અનુસરણનાં ભાગ રૂપે આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નિયમ તમામ પ્રકારનાં ટ્રાન્સપોર્ટ વાહનનાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે લાગુ પડશે. વ્યક્તિ કે માલ સામનની હેરાફેરી કરતા તમામ વાહનો જેવા કે રીક્ષા, ટ્રક અને બસ કે લોડર સહિતના વાહનોનો ટ્રાન્સપોર્ટ વાહનમાં સમાવેશ થાય છે.

(10:39 pm IST)