Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

અમદાવાદમાં ચોરી-લૂંટની ઘટના અટકાવવા માટે પોલીસ સતર્ક:કારંજ પોલીસે ડેમો બતાવી મહિલાઓને જાગૃત કર્યા

મહિલાઓ જ ભાન ભૂલીને ખરીદી કરતી હોય તેવા દ્રશ્યો: બેદરકારી પણ ખુલી

અમદાવાદ : અમદાવાદમાં ચોરી-લૂંટની ઘટના અટકાવવા પોલીસ સક્રિય બની છે દિવાળીના પર્વને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ખરીદીના ધમધમાટ વચ્ચે લૂંટારુઓ કે ચોર હાથ સાફ ન કરે તે માટે પોલીસ સતર્ક બની છે

   જોકે અમદાવાદમાં તો ખરીદી સમયે નીકળેલી મહિલાઓ જ ભાન ભૂલીને ખરીદી કરતી હોય તેવા દ્રશ્યો પોલીસને નજરે પડ્યા હતા  ભીડભાડ માર્કેટમાં ચોરી કરનારા કઈ રીતે ચોરી કરે છે. તેનો કારંજ પોલીસે ડેમો બતાવીને લોકજાગ્રુતિનો પ્રયાસ કર્યો છે.જેમાં સૌથી વધુ મહિલાઓ બેદરકારી સામે આવી છે. ખરીદીમાં મશગુલ લોકોના પાર્સ અને બાળક ચોરાઈ જવાના કિસ્સા સામે આવ્યા છે. શહેરના ભદ્ર લાલદરવાજા ખાતે મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવતા હોય છે.

(9:03 pm IST)