Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

વડોદરામાં ક્રાઇમ રેટ ઘટાડવા પોલીસે ઘડ્યો એક્શન પ્લાન : સોના ચાંદીના વેપારીઓ અને આંગડિયા પેઢી સાથે મિટિંગ

100 જેટલા બાઈક સવાર ઉપરાંત પીસીઆર વાન પેટ્રોલિંગ કરશે.

વડોદરામાં ક્રાઇમનો રેટ દિવસેને દિવસે વધી રહ્યો છે. જેને લીધે લૂંટફાટની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે.જેને લઈને સોના ચાંદીની ચોરી અને લૂંટ રોકવા પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. સોના ચાંદીના વેપારી અને આંગડિયા પેઢી સાથે મીટીંગ કરી હતી.

વડોદરામાં ખાસ કરીને તહેવાર નિમિતે લૂંટફાટની ઘટનાઓ પર રોક લગાવવા માટે 100 જેટલા બાઈક સવાર ઉપરાંત પીસીઆર વાન પેટ્રોલિંગ કરશે.

(8:42 pm IST)